દુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો

તમે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ કે વોટ્સએપ ડાઉન થયું હોય તેવું સાંભળ્યું હશે. પણ ગુગલનું જીમેઈલ ક્યારેય ડાઉન થયું હોય તેવું સાંભળ્યું નહીં હોય. પણ 2020માં આ પણ શક્ય બની ગયું છે. દુનિયાભરના કરોડો લોકો મેઈલ માટે જીમેઈલનો ઉપયોગ કરતાં હોય છે. તેવામાં આજે ઘણા કલાકો સુધી જીમેઈલ ડાઉન રહ્યું હતું.


દુનિયાભરમાં gmail ના યુઝર્સ કુદકેને ભૂસકે વધી રહ્યાં છે તેવામાં કેટલાંય યુઝર્સ એવા છે જેણે gmail ઠપ્પ થઇ ગયાની ફરિયાદ કરી હતી. કેટલાય યુઝર્સે ફરિયાદ કરી છે કે ઘણાં સમય સુધી તેઓ ઇમેલ સેન્ડ કે ફાઇલ અટેચ કરી શકતા ન હતા.


gmail ના યુઝર્સને એક કલાક સુધી આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ફક્ત ભારતના યુઝર્સ જ નહી પરંતુ ઓસ્ટ્રેલિયા, જાપાન અને દુનિયાના અન્ય દેશોના યુઝર્સને પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.


આ ઉપરાંત Google Driveમાં પણ કેટલીક સમસ્યાઓ આવી રહી હતી. ગુગલ ડ્રાઇવમાં ફાઇલ અપલોડ-ડાઉનલોડ કે ફાઇલ શેરિંગ થઇ શકતી ન હતી. ગુગલ અને તેમના એન્જિનિયરની ટીમ આ સમસ્યાના ઉકેલનો પ્રયાસ કરી રહ્યુ છે. ગુગલે પણ પોતાના સ્ટેટસ પેજ પર આ સમસ્યાને કન્ફર્મ કરી છે.


વિશ્વભરના ઘણા બધા લોકોએ આ મામલે ટ્વીટર પર ફરિયાદો કરી છે. યૂઝર્સ ઇમેઇલ્સ મોકલવા, ફાઇલો જોડવા અથવા સેવામાં લોગ ઇન થઈ રહ્યાં નથી.લોકોએ વિશ્વના પ્રિય ફરિયાદ બોર્ડ ટ્વિટર પર આ લાગણીઓને પહોંચાડી છે. ઘણાને જીમેઇલ અપ્રાપ્ય હોવાની ફરિયાદો કરી છે.


ખાસ કરીને જ્યારે તમારે હોમથી કામ કરતી વખતે આવી સેવાઓ પર આધાર રાખવો પડે છે.જીમેઇલ ડાઉન હોવાનો વિશ્વભરમાં હોબાળો મચ્યો છે. કેટલાક દેશોના વપરાશકર્તાઓ તેમના મેઇલ્સમાં દસ્તાવેજો જોડાણ કરવામાં સમસ્યાઓની જાણ કરી રહ્યાં છે.

The post દુનિયાભરમાં ઘણા કલાકો સુધી જીમેઈલ રહ્યું ડાઉન,યુઝર્સને કરવો પડ્યો આ સમસ્યાનો સામનો appeared first on Gujju Media.