પ્રભાસ સાથેની ફિલ્મ માટે દીપિકાએ ચાર્જ કરી તગડી ફી, અત્યાર સુધીની સૌથી વધુ ફી ચાર્જ કરનાર અભિનેત્રી બની દીપિકા

લોકડાઉનના કારણે બંધ થયેલા શૂટિંગ હવે ધીમે ધીમે પાછા શરૂ થઇ રહ્યા છે,હમણા થોડા દિવસ પહેલા જ દિપીકા પાદુકોણ અને બાહુબલી ફેમ પ્રભાસની ફિલ્મ વિશે જાહેરાત કરવામાં આવી હતી.જેના લીધે બન્નેના ફેન્સ ખૂબ ખુશ હતા.


ત્યારે હવે આ ફિલ્મથી જોડાયેલી કેટલીક વાતો સામે આવી રહી છે. જ્યારે મીડિયા રિપોર્ટ્સમાં દીપિકાની ફીને લઈને પણ દાવો કરવામાં આવ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે, આ ફિલ્મ માટે દીપિકાએ તગડી ફી ચાર્જ કરી છે અને તે ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી વધુ ફી ચાર્જ કરનાર એક્ટ્રેસ બની ગઈ છે.

આ ફિલ્મથી આ જોડી પહેલીવાર સાથે જોવા મળશે, સૂત્રો મુજબ દીપિકાએ આ ફિલ્મ માટે 20 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. એક રિપોર્ટ પ્રમાણે દીપિકા અત્યારે ફિલ્મો અને એક્ટરની ફી પ્રમાણે પોતાની ફી વધારી રહી છે. દીપિકા માને છે કે, તેણે તેની મહેનતથી એ મુકામ હાંસલ કર્યું છે જ્યાં તે ફીના મામલે જેન્ડર ઈક્વાલિટીની હકદાર છે.

મળતી માહિતી મુજબ આ ફિલ્મ માટે દીપિકાની ફી પ્રભાસ જેટલી નથી. પ્રભાસે આ ફિલ્મ માટે 50 કરોડ મળ્યા છે, પરંતુ સાથે જ દીપિકા 20 કરોડ રૂપિયા ચાર્જ કરીને ઈન્ડ્સ્ટ્રીની સૌથી વધુ ફી લેનાર એક્ટ્રેસ બની ચૂકી છે. દીપિકાએ સૌથી વધુ ફી ચાર્જ કરવામાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. તેણે પદ્માવત માટે સૌથી વધુ 13 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી હતી.

વાત કરવામાં આવે આ ફિલ્મની તો આ ફિલ્મને વેજયંતી મૂવીઝ પ્રોડ્યૂસ કરી રહ્યું છે અને ડિરેક્શન અશ્વિન નાગ કરશે. ભારતીય સિનેમાના 50 વર્ષોને યાદગાર બનાવવા માટે બાહુબલી પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે આ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ પ્રભાસની 21મી ફિલ્મ હશે. આ ફિલ્મ સાયન્સ ફિક્શન પર બેસ્ડ હશે.

The post પ્રભાસ સાથેની ફિલ્મ માટે દીપિકાએ ચાર્જ કરી તગડી ફી, અત્યાર સુધીની સૌથી વધુ ફી ચાર્જ કરનાર અભિનેત્રી બની દીપિકા appeared first on Gujju Media.