ફિલ્મ અને ટીવી સીરિયલ્સના શૂટિંગ ફરીથી થઇ શકે છે શરૂ,આ નિયમો કરવા પડશે ફોલો

સમગ્ર દુનિયામાં કોરોનાએ તબાહી મચાવી છે. લોકડાઉનને કારણે દેશભરના કામ-ધંધા બંધ છે અને લોકો ઘરમાં કેદ રહેવા મજબૂર બન્યા છે. હમેશાં બિઝી રહેતાં બોલિવૂડ સ્ટાર્સ પણ ફિલ્મો અને ટીવી ઈન્ડસ્ટ્રી બંધ રહેવાથી ઘરે જ સમય વિતાવી રહ્યાં છે. લોકડાઉનને કારણે એન્ટરટેનમેન્ટ ઈન્ડસ્ટ્રીને ઘણું મોટું નુકસાન થયું છે.

છેલ્લા 2 મહિના પ્રોડક્શન અને પોસ્ટ પ્રોડક્શનનું કામ બંધ છે. એવામાં ઘણાં કલાકાર પરેશાન છે તો કેટલાક આર્થિક તંગીનો શિકાર પણ થયા છે. ત્યારે ફરી શૂટિંગ શરૂ કરવા માટે પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયા દ્વારા કેટલાક નવા વર્કિંગ પ્રોટોકોલ બનાવવામાં આવ્યા છે. જેનું પાલન કરીને શૂટિંગ કરવામાં આવશે.

પ્રોડ્યૂસર્સ ગિલ્ડ ઓફ ઈન્ડિયાએ હાલમાં જ 37 પાનાની માર્ગદર્શિકા બહાર પાડી છે. જેમાં શૂટિંગ દરમિયાન તમામ પ્રકારની સાવધાનીઓ રાખવાની સૂચના આપવામાં આવી છે. પ્રોડ્યૂસર્સ ગિલ્ડ મુજબ જ્યારે પણ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીને શૂટિંગની મંજૂરી આપવામાં આવશે ત્યારે સેટ પર સોશિયલ ડિસ્ટન્સિંગ, કાસ્ટ અને ક્રૂનું મેડિકલ ચેકઅપનું ધ્યાન રાખવું પડશે.

ફિલ્મમેકર્સની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે હાલમાં જ એક વર્ચ્યુઅલ મીટિંગ થઈ હતી, જે બાદ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. લોકડાઉનમાં મળી રહેલી છૂટછાટને કારણે મેકર્સને આશા જાગી છે કે ટૂંક સમયમાં એ લોકો પણ તેમના બંધ પડેલાં શોઝ અને ફિલ્મોનું શૂટિંગ ફરી શરૂ કરી શકશે. જેથી આ અંગે કેટલીક ગાઈડલાઈન જારી કરવામાં આવી છે.

સેટ પર હાથ ધોવા અને સેનિટાઈઝેશન કરવું ફરજિયાત કરવામાં આવે. ક્રૂના દરેક મેમ્બરને ટ્રીપલ લેયર માસ્ક અને ગ્લોવ્સ આપવામાં આવે, જે તેમને સંપૂર્ણ શૂટ દરમિયાન પહેરવું પડશે.

જાણો ક્યા છે નિયમો

 • હાથ મિલાવવા, હગ કરવી અને કિસ કરવી નહીં.
 • સેટ / ઓફિસ / સ્ટુડિયોમાં એકબીજાની સિગરેટ શેર કરવી નહીં
 • સાથીદારો વચ્ચે 2 મીટરનું અંતર જાળવવું.
 • 60 વર્ષથી ઉપરનાં વરિષ્ઠ કલાકારોએ પ્રથમ ત્રણ મહિના સેટ પર ન આવવાની સૂચના આપવામાં આવી છે.
 • સેટને રોજ સેનિટાઈઝ કરવામાં આવશે અને સેનિટાઇઝેશનનું કામ ફક્ત સરકારી એજન્સીઓને આપવામાં આવશે.
 • ક્રૂ મેમ્બર્સને ફિટનેસ અને ડિક્લેરેશન ફોર્મ જમા કરાવવું પડશે. તેમના સ્વાસ્થ્યની સમસ્યાઓ જણાવવી પડશે અને એ પણ બતાવવું પડશે કે, કોઈપણ કોવિડ પોઝિટિવના સંપર્કમાં તો આવ્યું નથી. જ્યારે પણ આ લોકો સેટ પર આવશે આ કામ કરવું પડશે.
  દરરોજ શૂટિંગ શરૂ કરવાના 45 મિનિટ પહેલા, સેટ પરના તમામ લોકોને કોરોનાને રોકવા માટેના તમામ ઉપાયો અને સેટ પર શું સાવચેતી રાખવાની છે તેની સંપૂર્ણ માહિતી આપવી પડશે.
 • થોડા મહિનામાં જાતે જ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનો પ્રયાસ કરો, કારણ કે તેને આદત બનાવવાની જરૂર છે.
 • સેટ પર હમેશાં એક એમ્બ્યુલન્સ, બે ડોક્ટર, એક નર્સ હોવી ફરજિયાત છે. જો શૂટિંગ બે શિફ્ટમાં થશે તો બંને શિફ્ટમાં આ લોકો હોવા જરૂરી છે.
 • કોઈપણ ફિલ્મ માટે કાસ્ટિંગ હવે માત્ર ઓનલાઈન જ થશે. એ માટે કલાકારોએ વીડિયો બનાવીને મોકલવો પડશે.
 • કોસ્ટયૂમને લઈને પણ સાવધાની રાખવી જરૂરી છે. એ મેનેજ કરવા પણ બને એટલા ઓછાં લોકો રાખવામાં આવે અને બધાં જ કોસ્ટયૂમ ક્લિન કરીને પ્લાસ્ટિક બેગમાં રાખવા.
  ટેક્નિકલ ટીમે ધ્યાન રાખવું કે કેમેરા સહિતની જે કોઈ વસ્તુઓનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે તેને સેનેટાઈઝ કરતા રહેવું, જેથી સંક્રમણનો ખતરો રહે નહીં.
  રોટેશન અટેન્ડન્સમાં દરેક ડિપાર્ટમેન્ટને ઓછાંમાં ઓછા વર્ક ફોર્સમાં કામ કરવાની સૂચના આપવામાં આવી છે.
 • કેટરિંગ અને ટ્રાન્સપોર્ટને પણ તમામ સૂચનાઓનું ફરજિયાત પાલન કરવાની સલાહ આપવામાં આવી છે

The post ફિલ્મ અને ટીવી સીરિયલ્સના શૂટિંગ ફરીથી થઇ શકે છે શરૂ,આ નિયમો કરવા પડશે ફોલો appeared first on Gujju Media.