ફોન ઉત્પાદક કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં 42 કર્મચારીઓ કોરોના પોઝિટિવ

એક દસકાથી સૌથી લોકપ્રિય ફોન ઉત્પાદક નોકિયાના તમિળનાડુ સ્થિત મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં, 42 કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ કારણને લીધે કંપનીએ પ્લાન્ટ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.

નોકિયા દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કંપનીએ ગયા અઠવાડિયે તમિળનાડુના શ્રીપેરંબુદુર ખાતે પ્લાન્ટ બંધ કરી દીધો હતો. નોકિયા તેની માહિતી ત્યારે આપી જ્યારે કંપનીના કેટલાક કર્મચારીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું ત્યારે સત્તાવાર માહિતી આપવામાં આવી હતી..

જોકે, કંપનીએ હજી સુધી તે જાહેર કર્યું નથી કેટલા કર્મચારીઓ કોરોના પોઝિટિવ છે. પરંતુ એજન્સીના રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પોઝિટિવ કેસની સંખ્યા 42 છે.

આપને જણાવી દઈએ કે 25 માર્ચથી ભારતમાં લોકડાઉન અમલમાં છે, પરંતુ હાલમાં થોડી છૂટછાટ આપવામાં આવી હતી. આ છૂટછાટમાં કંપનીઓએ શરતો સાથે પ્લાન્ટ ખોલવાને મંજૂરી આપી હતી આ જ કારણ છે કે નોકિયાએ પણ તેના તામિલનાડુ પ્લાન્ટમાં ફરીથી કામગીરી શરૂ કરી હતી. જોકે, કંપનીનું કહેવું છે કે અમારા તરફથી તમામ શરતોનું કડક પાલન કરવામાં આવ્યુ હતુ.

નોકિયા દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે સામાજિક અંતર જાળવવા માટે ઘણાં પગલાં અને ફેરફારો લાગુ કર્યા હતા. તે જ સમયે, પ્લાન્ટમાં હાજર કેન્ટિનની સેવા પણ બદલાવી દેવામાં આવી હતી કંપની આશા રાખે છે કે ટૂંક સમયમાં પ્લાન્ટમાં ફરી એકવાર કામગીરી શરૂ કરવામાં આવશે.

The post ફોન ઉત્પાદક કંપનીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં 42 કર્મચારીઓ કોરોના પોઝિટિવ appeared first on Gujju Media.