બાહુબલીના ડાયરેક્ટર એસએસને થયો કોરોના,રાજામૌલીએ પોતે જ ટ્વિટ કરીને આપી આ વાતની જાણકારી

કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,ત્યારે હવે જાણવા મળી રહ્યું છે કે પ્રભાસ સ્ટારર ફિલ્મ બાહુબલીના બાહુબલી-2ના નિર્દેશક એસએસ રાજામૌલીને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમને અને પરિવારને સામાન્ય તાવ હતો. ત્યાર બાદ તેઓએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય લીધો.

આ વાતની જાણકારી રાજામૌલીએ પોતે જ પોતાના ટ્વિટર પર ટ્વિટ કરીને આ વાતની જાણકારી ફેન્સને આપી છે. તેના આ ટ્વિટ પર લોકોએ ટ્વિટ કર્યું છે અને તેમના જલ્દી સાજા થવાની શુભકામનાઓ પણ પાઠવી છે.

ત્યારે રાજામૌલીએ પોતાની ટ્વિટમાં લખ્યું છે કે મને અને મારા પરિવારને છેલ્લા કેટલાક દિવસથી તાવ આવતો હતો. ધીમે ધીમે તે જાતે જ ઘટી ગયો પણ અમે કોરોના ટેસ્ટ કરાવ્યો. તેમાં જાણવા મળ્યું છે કે અમારામાં કોરોનાના સામાન્ય લક્ષણો છે.

ડોક્ટરે અમને હોમ ક્વૉરન્ટાઈનની સલાહ આપી છે. અમે હોમ ક્વૉરન્ટાઈન થયા છે. અત્યારે અમારામાં કોઈ લક્ષણો અનુભવાઈ રહ્યા નથી. તેમ છતાં અમે પ્રિકોશન્સ અને ઈન્સ્ટ્રક્શન્સ ફોલો કરી રહ્યા છે.

તેની સાથે જ તેમને લખ્યું કે અમે રાહ જોઈ રહ્યા છીએ કે જલ્દી એન્ટીબોડી ડેવલપ થયા જેથી અમે પ્લાઝમા ડોનેટ કરી શકીએ. વર્ક ફ્રંટની વાત કરીએ તો રાજામૌલી અત્યારે ફિલ્મ આરઆરઆર પર કામ કરી રહ્યા છે. ફિલ્મમાં એન્ટી રામા રાવ જૂનિયર લીડ રોલમાં છે. આ સિવાય ફિલ્મમાં રામચરણ, આલિયા ભટ્ટ, અજય દેવગણ અને શ્રેયા સરણ પણ મુખ્ય રોલમાં જોવા મળશે.

The post બાહુબલીના ડાયરેક્ટર એસએસને થયો કોરોના,રાજામૌલીએ પોતે જ ટ્વિટ કરીને આપી આ વાતની જાણકારી appeared first on Gujju Media.