બોલિવૂડના આ જાણીતા ડિરેક્ટરનું બિમારી બાદ નિધન,આ એકટરે ટ્વિટ કરી આપી જાણકારી

બોલિવુડમાં એક પછી એક ઝટકા આવી રહ્યા છે,બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર નિશીકાંત કામતનું હૈદરાબાદના હોસ્પિટલમાં લિવરની બિમારી બાદ નિધન થયુ છે. રિતેશ દેશમુખે ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી છે.

નિશીકાંત કામતએ દ્રશ્યમ અને મદારી જેવી ફિલ્મો ડિરેક્ટ કરી ચૂકેલા નિશીકાંત કામતને હૈદરાબાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે લિવર સિરોસીસ નામની બિમારીથી લડી રહ્યાં હતા.

એક્ટર રિતેશ દેશમુખે ટ્વિટ કરી આ વાતની જાણકારી આપી છે,નિશીકાંત કામત વેન્ટીલેટર પર હતા અને તેમના ફેન્સ તેમના માટે દુઆ માંગી રહ્યાં હતા પરંતુ હવે નિશીકાંત કામત આપણી વચ્ચે નથી રહ્યાં.

એક્ટ્રેસ રેણુકા શહાણેએ પણ ટ્વિટ કરીને નિશિકાંત માટે દુઆ માંગી હતી અને તેમણે પણ કહ્યું કે તે નિશીકાંત માટે દુઆ માંગી રહી છે. રેણુકાએ હાથ જોડીને કામત માટે પ્રાર્થના કરી હતી. તમને જે ફિલ્મો જોઇને રુવાંટા ઉભા થઇ જાય છે.

તે ફિલ્મ ડિરેક્ટ કરનારા નિશીકાંત કામત હવે આપણી વચ્ચે નથી રહ્યાં, રિતેશે ટ્વિટ કરીને લખ્યું કે તમે અમને ખુબ યાદ આવશો. બોલિવૂડ જગતમાં હવે એક કાબેલ ટેલેન્ટની ખોટ પડી છે.

The post બોલિવૂડના આ જાણીતા ડિરેક્ટરનું બિમારી બાદ નિધન,આ એકટરે ટ્વિટ કરી આપી જાણકારી appeared first on Gujju Media.