ભાભીજી ઘર પર હે ની આ એક્ટ્રેસે શૉને કહી દીધુ અલવિદા

ટીવી જગતનો સૌથી મનપસંદ શો ભાભીજી ઘર પર હેના ફેન્સ માટે ખરાબ સમાચાર છે,ભાભીજી ઘર પર હે તો જોતા જ હશો અને શૉમાં રહેલી ગોરી મેમ દરેક લોકોની ફેવરિટ છે. ગોરી મેમના નામથી ફેસમ સૌમ્યા ટંડને શૉને અલવિદા કહી દીધું છે.


આ વિશે ખુદ સૌમ્યાએ કહ્યું કે તે તેના પર્સનલ કારણને કારણે શૉ છોડી રહી છે. સાથે જ તેણે કહ્યું કે તે શૉનો કોન્ટ્રાક્ટ રિન્યુ નહી કરે અને 21 ઓગસ્ટ તેનો સેટ પર છેલ્લો દિવસ હશે. કહ્યું છે કે તે શૉમાં પરત નહી ફરે.

સૌમ્યાએ સ્વિકાર્યુ કે તેનો આ અવ્યવહારિક નિર્ણય છે. જામેલા શૉને તે આ રીતે છોડી રહી છે, તેણે કહ્યું કે એક રેગ્યુલર સેલેરી સાથે કામ કરવુ નથી, હવે તેને નવા પ્રોજેક્ટ કરવા છે અને નવી વસ્તુઓ ટ્રાઇ કરવી છે. ભાભીજી…એ તેના કરિયરમાં કોઇ ગ્રોથ નથી કર્યો.

કોરોના કાળમાં જ્યાં એક તરફ લોકોને કામ નથી મળી રહ્યું તો બીજી તરફ સૌમ્યાએ આવો ચોંકાવનારો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઇએ કે, સૌમ્યા ખૂબ જ ટેલેન્ટેડ કલાકાર છે અને તે કરીના કપૂર સાથે જબ વી મેટમાં પણ કામ કરી ચૂકી છે.

The post ભાભીજી ઘર પર હે ની આ એક્ટ્રેસે શૉને કહી દીધુ અલવિદા appeared first on Gujju Media.