માત્ર 5 જ વસ્તુઓની મદદથી ઘરે જ બનાવો કસ્ટર્ડ પાઉડર,જાણો કસ્ટર્ડ પાઉડર બનાવવાની રેસિપી

આજે અમને તમને ઘરે કસ્ટર્ડ પાઉડર કેવી રીતે બનાવવો તેની રેસિપી શીખવીશું. કસ્ટર્ડ પાઉડરનો ઉપયોગ રબડી, આઈસક્રીમ, મિલ્કશેક, કેક, કુલ્ફી તેમજ ફ્રૂટ સલાડ બનાવવામાં કરવામાં આવે છો. કસ્ટર્ડ પાઉડર તમે બહારથી લાવશો તો મોંઘો પડશે તેના કરતાં આ રીતથી ઘરે જ બનાવી લો.

સામગ્રી

  • 1 કપ ખાંડ
  • 1/2 કપ મિલ્ક પાઉડર
  • 1/2 કપ કોર્ન ફ્લોર
  • 1/4 ટી સ્પૂન પીળો ફૂડ કલર
  • 4-5 ટીપાં વેનિલા એસેન્સ

બનાવવાની રીત

એક મિક્સર જારમાં ખાંડ લઈને તેને ક્રશ કરી લો. એકદમ બારીક પાઉડર થઈ જાય એવું ક્રશ કરવાનું છે.ખાંડ ક્રશ થઈ જાય એટલે તેમાં મિલ્ક પાઉડર, કોર્ન ફ્લોર, પીળો ફૂડ કલર અને વેનિલા એસેન્સ ઉમેરીને ફરીથી ક્રશ કરી લો. જેથી કરીને બધી સામગ્રી યોગ્ય રીતે મિક્સ થઈ જાય.બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેને બાઉલમાં કાઢી લો. તો તૈયાર છે હોમમેડ કસ્ટર્ડ પાઉડર. તેને એર ટાઈટ ડબ્બા ભરી દેવાથી 9 મહિના સુધી બગડશે નહીં.

The post માત્ર 5 જ વસ્તુઓની મદદથી ઘરે જ બનાવો કસ્ટર્ડ પાઉડર,જાણો કસ્ટર્ડ પાઉડર બનાવવાની રેસિપી appeared first on Gujju Media.