મોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે

ભારતમાં અત્યારે કોરોના વાઈરસ સ્ટેજ-2માં છે. જો તેને ફેલાતુ રોકવામાં નહીં આવે તો તે 30 દિવસમાં ઈન્ફેક્શનના ત્રીજા સ્ટેજમાં પહોંચી શકે છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડિરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે કહ્યું છે કે, વાઈરસનું આગામી સ્ટેજ અટકાવવા માટે 30 દિવસ છે. જો પૂરતા ઉપાય કરવામાં ન આવ્યા તો કોરોના વાઈરસને સ્ટેજ-3માં જતા રોકી શકાય તેમ નથી. ભારતે 30 દિવસમાં યોગ્ય પગલાં ન ભર્યા તો એ સ્ટેજ 3 માં પહોંચી જશે.જેને રોકવો મુશ્કેલ બની જશે. આ ખુલાસો દેશના એક તબીબે કર્યો છે. સરકારે અત્યારે જ પગલાં ભરવાની જરૂર છે. બીજા સ્ટેજના કોરોના એટલે આ વાયરસ એ જ લોકોમાં મળ્યો છે જેઓ કોરાના સંક્રમિત દેશોમાં ફરીને આવ્યા છે. એટલે કે એ લોકો પૂરતો જ સીમિત છે.સ્થાનિક સ્તર પર આ બિમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં હજુ ફેલાઈ નથી. ત્રીજા સ્ટેજમાં આ બિમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવાની શરૂ થશે. ભારત સરકાર પાસે ત્રીજા સ્ટેજ પર પહોંચવા માટે રોકવા માટે 30 દિવસનો સમય છે. ઇટલી અને ચીનમાં આ બિમારી મહામારીના સ્ટેજને પણ વટાવી ગઈ છે. હાલમાં કોરોના છઠ્ઠા સ્ટેજ પર છે.ભારતમાં કોરોનાને વધુ ફેલાતો રોકવા માટે ભારતીયોએ પણ સરકારને સહકાર આપવાની જરૂર છે. કારણ કે તેઓ જેટલા એલર્ટ રહેશે એટલી બિમારી વધુ નહીં ફેલાઈ, એકવાર આ બિમારી ત્રીજા સ્ટેજે પહોંચી તો તમામ કોશિષો નિષ્ફળ જવાની શરૂ થશે અને મોતના આંકને રોકી શકાશે નહીં.

The post મોદી સરકાર પાસે કોરોના રોકવા માત્ર 30 દિવસ, જો કોરોના સ્ટેજ-3માં પહોંચશે તો સ્થિતિ વધુ ભયાનક બનશે appeared first on Gujju Media.