રક્ષાબંધનના તહેવાર પર ઘરે જ બનાવો મિલ્ક કેક,જાણો મિલ્ક કેક બનાવવાની રેસિપી

શ્રાવણ મહિનો એટલે એક પછી તહેવારની મોસમ અને અત્યારે કોરોનાવાયરસના કારણે આપણે બહારથી મીઠાઇ લાવવાનું પસંદ કરતા નથી ત્યારે ઘરે જ આપણે અલગ-અલગ મીઠાઇ બનાવતા હોઇએ છે ત્યારે એકની એક મીઠાઇ પણ પસંદ નથી આવતી ત્યારે આ તહેવારોમાં કઇક નવુ બનાવો જે તમારા ઘરમાં દરેકને ખૂબ જ ભાવશે.

મિલ્ક કેક ક્લાસિક ઈન્ડિયન ડિશ છે જેને દૂધ અને ખાંડ મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ ડિઝર્ટ રેસિપી તહેવારો અને ખાસ પ્રસંગે બનાવાય છે. મિલ્ક કેક ક્રિમી ઈન્ડિયન સ્વીટ ડિશ છે.

સામગ્રી

  • 1 લીટર દૂધ
  • 1/4 ટી સ્પૂન ઈલાયચી પાઉડર
  • 2 ટેબલ સ્પૂન ટુકડા કરેલા પિસ્તા
  • 3 ટીસ્પૂન લીંબુનો જ્યૂસ
  • અડધો કપ ખાંડ

બનાવવાની રીત

મિલ્ક કેક બનાવવા માટે સૌપ્રથમ એક સૉસપેનમાં દૂધ ગરમ કરો. 2/3 ભાગ જેટલું દૂધ બચે ત્યાં સુધી ઉકાળો. બાદમાં તેમાં લીંબુનો રસ બરાબર મિક્સ કરો. તમને દેખાશે કે દૂધ અને પાણી અલગ થવા લાગશે. પછી વધારાનું પાણી કાઢીને અલગ કરી દો.

હવે પાણી કાઢ્યા બાદ સૉસપેનમાં જે મિશ્રણ બચ્યું તેને મીડિયમ આંચ પર ગરમ કરો અને તેમા ખાંડ ઉમેરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવો.હવે ઘી ઉમેરીને ધીમે-ધીમે હલાવો જેથી પેનમાં ચોંટે નહીં.

જ્યારે મિશ્રણ ઘટ્ટ થાય ત્યારે તેમાં ઈલાયચી પાઉડર અને પિસ્તા ઉમેરો. હવે ટ્રેને ગ્રીઝ કરીને મિશ્રણને આખી ટ્રેમાં પાથરી દો. ઠંડું થયા બાદ મનપસંદ આકારમાં કાપી લો. એર-ટાઈટ ડબ્બામાં ભરીને મૂકો અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ખાવ. આ મિલ્ક કેકને 7 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.

The post રક્ષાબંધનના તહેવાર પર ઘરે જ બનાવો મિલ્ક કેક,જાણો મિલ્ક કેક બનાવવાની રેસિપી appeared first on Gujju Media.