રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી,વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ સજ્જ

રાજ્યમાં એક તરફ કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે NDRFની ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. આજે ગુજરાતના 126 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.


ત્યારે રાજકોટના કોટડાસાંગાણીમાં મૂશળધાર વરસાદ પડ્યો છે. વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ સજ્જ કરાઇ છે. તકેદારીના ભાગરૂપે NDRFની 13 ટીમને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સ્ટેન્ડ બાય રખાઇ છે.


તેની સાથે સાઉથ ગુજરાતમાં પણ વરસાદી મહોલ જામ્યો છે,નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદથી રસ્તાઓ પાણી પાણી થઇ ગયા છે.

અનેક જગ્યાએ પાણી ભરાઇ ગયા છે. તો સારા વરસાદથી ધરતીપુત્રોમાં આનંદની લાગણી જોવા મળી છે.જોકે ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે કુરેલ ગામથી પસાર થતી પૂર્ણા નદીમાં આવેલો લો લેવલ બ્રિજ ડૂબી જતા 4 ગામનો સંપર્ક તૂટી ગયો છે.

જેના કારણે તેમને 10 કીમી ફરીને જવાનો વારો આવ્યો છે.વ્યારા તાલુકાના 10 અને ડોલવણ તાલુકા ના 9 રસ્તા બંધ થયા છે. વાલોડ તાલુકાના 5,સોનગઢ તાલુકાના 6 માર્ગો બંધ કરી દેવાઇ છે. વાલોડનાં કલમકુઈ પાસે વ્યારા તરફ આવતા માર્ગ બંધ કરી દેવાયો છે.ગ્રામ્ય વિસ્તારના માર્ગો બંધ થતાં લોકોની હાલત કફોડી બની છે.

તાપી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે ડેમોમાં પાણીની આવક થઇ છે. ઉપરવાસમાં પાણીની આવકથી ડોસાવાડા ડેમ ઓવરફ્લો થયો છે. ડોસાવાડા ડેમ મહત્તમ સપાટીથી 1 ફૂટે ઓવરફ્લો થયો છે.


ડેમની મહત્તમ સપાટી 405 ફૂટ છે. 2108 ક્યૂસેક પાણી ડેમ ઉપરથી વહી રહ્યું છે. ડેમ ઓવરફ્લો થતા 10થી વધુ ગામોને અલર્ટ કરાયા છે…તો ડેમ ઓવરફ્લો થવાથી 10થી વધુ ગામોને સિંચાઇ-પીવાનું પાણી મળશે

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપક વરસાદ ખાબક્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 232 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે જાંબુઘોડામાં વરસાદ વરસ્યો છે.

The post રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી,વરસાદની આગાહીને પગલે NDRFની ટીમ સજ્જ appeared first on Gujju Media.