રીયલ લાઈફ માં આટલી ગ્લેમરસ છે ગીતા રબારી

” રોણા શેર માં રે……રોણા શેરમાં રે……
ચાલી કિસ્મત ની ગાડી ટોપ ગેરમા રે…….. “

ગીતાબેન રબારી એટલે ગુજરાત નું એક જાણીતું નામ… ‘રોણા શેરમાં રે’ ચશ્મા ને ચણિયા ચોલીમાં જોવા મળેલી ગીતા રબારી ચાહકોને યાદ જ છે. મોટા ભાગે ગીતા રબારીને ચાહકોએ ચણિયાચોળીમાં જ જોઈ હોય છે. જોકે, રિયલમાં ગીતા રબારી એકદમ અલગ જ દેખાય છે.

કોણ છે ગીતા રબારી?:

ગીતાબેન રબારી નો જન્મ 31 ડીસેમ્બર 1996 ના દિવસે કચ્છના એક નાનકડા ગામ તપ્પર માં થયો હતો. ગીતા રબારી ના પિતા નું નામ કાનજીભાઈ અને માતા નું નામ વેજુબેન રબારી છે. પાંચમા ધોરણથી ગીતો ગાતી ગીતાને છેલ્લા પાંચ વર્ષમાં વધુ નામના મળી છે. માત્ર 20 વર્ષની ઉંમરે ગુજરાતભરમાં નામના અને પગભર બન્યા પછી પણ ગીતાએ પોતાનું ગામ નથી છોડ્યું. તે આજે પણ પોતાના ગામમાં માતા-પિતા સાથે રહે છે. માતા-પિતાનું એકનું એક સંતાન ગીતા ભજન, લોકગીત, સંતવાણી, ડાયરા જેવા લાઈવ કાર્યક્રમ કરે છે. તેણે બે જ ગીત ગાયા છે. રોણા શેરમા અને એકલો રબારી અને બંને ગુજરાતભરમાં બહુ લોકપ્રિય ગીતો છે. સૌથી વધુ ફેમસ કોઈ હોઇ તો એ રોણા શેરમાં છે રોણા શેરમાં સોંગ યુટ્યૂબ માં જ ખાલી 20 કરોડ થી વધુ લોકો એ જોયું છે. આ સિવાય તેણે એક ગરબાનો આલ્બમ કર્યો છે.

ગીતાબેન રબારીના હિટ ગીતો:

“રોણા શેરમાં રે……રોણા શેરમાં રે…….
ચાલી કિસ્મતની ગાડી ટોપ ગિયર માં રે…….
હે રોણા શેરમાં રે………”

“મસ્તીમાં મસ્તાની ને મોજ માં રેવાની…..
જોને માલધારી બકા…… તકલીફ તો રેવાની…….”

કઈ રીતે કરી હતી શરૂઆત?:

એ મીડિયા ને ગીતા રબારીએ કહ્યું હતું કે, હું સ્કૂલમાં હતી ત્યારની ગાઉ છું. મારો અવાજ સારો હોવાથી ગામ કે આજુબાજુના ગામમાં કોઈ કાર્યક્રમ હોય મને ગાવા માટે બોલાવતા હતા. શરૂઆતમાં મને થોડાઘણા પૈસા મળી રહેતાં હતા. ધીરે-ધીરે નામના મળતી ગઈ અને હવે હું ગુજરાતના જાણીતા કલાકારો સાથે લાઈવ પ્રોગ્રામમાં સ્ટેજ શેર કરું છું.’

કિંજલ દવે છે ખાસ મિત્ર:

ગીતાબેન રબારી ગુજરાતના જાણીતા બધા જ કલાકારો જેવા કે કિંજલ દવે,ગમન સાંથલ,કિર્તીદાન ગઢવી,જીગ્નેશ કવિરાજ,ઓસમાન મીર સહીત અનેક નામી અનામી કલાકારો સાથે કામ કરી ચુક્યા છે. અમદાવાદ ની જાણીતી સિંગર કિંજલ દવે અને ગીતા રબારી બે ખાસ બહેનપણી છે અને અવારનવાર તેઓ મળતા રહે છે અને બંને ઘણીવાર સાથે સ્ટેજ પણ શૅર કરે છે.

ગીતા રબારી નો આ ફોટો Perth, Western Australia નો છે. જ્યાં તે કાંગારું ને કઈક ખવડાવતી જોવા મળે.

રીયલ લાઈફ માં કેટલી ગ્લેમરસ છે ગીતા રબારી એ તમે આ ફોટા માં જોઈ શકો છો.

ગીતા રબારી નો ફોટો અમરેલી નો છે. જ્યાં તે ઘોડેસવારી કરતી જોવા મળી રહી છે.

The post રીયલ લાઈફ માં આટલી ગ્લેમરસ છે ગીતા રબારી appeared first on Gujju Media.