લાલ મરચાની મદદથી જમાવી શકાય છે એકદમ બહાર જેવું દહીં,અજમાવી જૂઓ આ ટીપ્સ

લૉકડાઉનમાં બહાર જવાનું જેટલું બને તેટલું ટાળવું જોઇએ. હાલ ગરમીનો જોરદાર કહેર છે ત્યારે તમે કહેશો કે દહીં લેવા તો બહાર જવું જ પડે. બહાર જેવું દહીં ઘરે નથી બનતું. હવે આવા બહાના નહીં ચાલે કારણ કે, આજે અમે તમને જણાવીશું કે દહીંનાં મેળવણ વગર જ દહીં કઇ રીતે બનાવાય અને એ પણ એકદમ બહાર જેવું જ. જેના માટે આપણને સૂકાં લાલ મરચા જોઇશે.

લાલ મરચાની મદદથી પણ આપણે દહીં જમાવી શકીએ છીએ. તેના માટે પહેલા દૂધ ઉકાળીને તેને ઠંડુ પડવા દો. દૂધ હૂંફાળુ થઇ જાય ત્યાર બાદ તેમાં 2થી 3 લાલ સૂકા મરચાં ડાળખા સાથે દૂધની વચ્ચોવચ નાંખી દો.

લાલ મરચાંમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા હોય છે. જે દૂધમાંથી દહીં બનાવવામાં મદદ કરે છે. આ દહીં બહું ગાઢુ નહિં જામે પરંતુ આ દહીંમાંથી ફરીવાર બીજુ દહીં સાદી રીતે જમાવશો તો એકદમ ચોસલા પડતું દહીં જામશે.

સૌ પહેલા દૂધને ઉકાળો અને ઠંડુ થવા દો. જ્યારે દૂધ થોડુ ગરમ હોય ત્યારે તેમાં દહીંનું જામણ નાખીને સારી રીતે મિક્સ કરો. ત્યારબાદ તેને ઢાંકીનેકલાક માટે રહેવા દો. દહીં જામી જાય પછી તેને ફ્રિજમાં મુકી દો જેનાથી દહીં થોડું વ્યવસ્થિત રીતે જામી જાય અને ઠંડુ થઈ જાય.

The post લાલ મરચાની મદદથી જમાવી શકાય છે એકદમ બહાર જેવું દહીં,અજમાવી જૂઓ આ ટીપ્સ appeared first on Gujju Media.