લોકડાઉનને લઇને મહત્વના સમાચાર,ચોક્કસ નિયંત્રણો સાથે આ તારીખથી ખૂલી શકે છે લોકાડાઉન

અત્યારે દેશભરમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે,ત્યારે હવે તેને લઇ મોટા સમાચાર આવી રહ્યા છે,મળતી માહિતી પ્રમાણે આગામી તા.15 મેથી રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં અલગ-અલગ પ્રકારનાં ચોક્કસ નિયંત્રણો અને હળવાશ સાથે લોકડાઉન ખુલશે.

જેમાં રેડ અને ઓરેન્જ ઝોનમાં કેટલાક કલાક માટે જ દુકાનો ખોલવામાં આવી શકે છે. જેમાં શાકભાજી અને કરિયાણા સહિત કેટલાક અન્ય ધંધાઓને પણ છૂટ મળી શકે છે. આમ ગુજરાતના રેડ ઝોનમાં ચોક્કસ કલાક માટે જ લોક ડાઉન ખોલવાની વિચારણા ચાલી રહી છે.

ખાસ કરીને અમદાવાદ સહિતના શહેરોમાં જ્યાં કોરોના હોટસ્પોટ વિસ્તાર છે ત્યાં પણ આગામી બે દિવસના કેસોની સંખ્યાને આધારે 2થી 4 કલાક લોક ડાઉન હળવું કરવામાં આવી શકે છે. આ પ્રકારના શહેરોના ઓરેન્જ અને ગ્રીન ઝોન વાળા વિસ્તારમાં આખો દિવસ છૂટછાટ આપવામાં આવે, પરંતુ એ વિસ્તારની બહાર જવા અને ખાસ કરી હોટ સ્પોટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ મૂકી શકે છે.

રાજ્યના શહેરી વિસ્તારની મુખ્ય બજારો સવારનાં 9 થી સાંજના 5.00 વાગ્યા સુધી જ ખુલવા દેવાશે. પરંતુ વેપારી અને ગ્રાહકોએ કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવું પડશે. નવી ગાઇડલાઇન્સ મુજબ 17મી પછી શહેરી વિસ્તારોમાં અવર-જવર માટે અધિકૃત પાસની આવશ્યકતા નહીં રહે તેમજ 33 ટકા સ્ટાફ સાથે ઓફિસો ખોલી શકાશે.

ખાસ કરીને સ્કૂલ, મોલ્સ, સિનેમાગૃહ તેમજ ભીડવાળા ધાર્મિક સ્થળો હજુ પણ બંધ જ રાખવામાં આવી શકે છે. જો કે હોટેલ-રેસ્ટોરન્ટસ વગેરેને ઓનલાઇન પાર્સલ સુવિધા આપવાની છૂટ અપાશે

The post લોકડાઉનને લઇને મહત્વના સમાચાર,ચોક્કસ નિયંત્રણો સાથે આ તારીખથી ખૂલી શકે છે લોકાડાઉન appeared first on Gujju Media.