લોકડાઉનમાં ઘરગથ્થુ ઉપચારના ઉપયોગથી નિખારો તમારી ત્વચા, ત્વચાની કાળાશ દૂર કરવાના સરળ ઉપાય

અત્યારે દેશ અને દુનિયામાં કોરોના વાયરસને કારણે લોકડાઉન છે,આ ખાસ સમય છે પોતાની જાત સાથે પસાર કરવાનો અને પોતાની જાતની કાળજી લેવાનો, સામાન્ય રીતે કોણી અને ઘૂંટણ અન્ય ત્વચાની સરખામણીમાં વધારે કાળી થઈ જતી હોય છે. અહીં કેટલાક આપણા ઘરમાંથી મળતા બ્યુટિ એજન્ટની વાત કરવાની છે જે ત્વચાની કાળાશ દૂર કરશે અને એને નિખારશે.

ઘરમાં જ રહેલી વસ્તુથી સરળતાથી તમે તમારી ત્વચા નિખારી શકો છો

ફુદીનો

ફુદીનો બળતરાશામક ગુણધર્મો ધરાવે છે. એમાં મૃત ત્વચાને કાઢી નાખવા માટે મહત્વનું તેલ પણ મોજૂદ હોય છે. અડધા કપ પાણીમાં મુઠ્ઠીભર ફુદીનાને ઉકાળો. ત્યાર બાદ એ પાણીને ઠંડું થવા દો. હવે એ પાણીને નિતારી લો. એમાં થોડું લીંબુ નાખો અને રૂના પૂમડાથી ઘૂંટણ કે કોણી પર મસાજ કરો. જ્યારે પણ તમે નાહવા જાઓ ત્યારે ધોઈ નાખો. તમને ટેકો આપતી ત્વચાની કાળજી લો અને એને ફાટવાથી બચાવો.

અલોવેરા

અલોવેરામાં કાળાશને દૂર કરવાના ગુણધર્મો રહેલા છે. અલોવેરામાંથી જેલ કાઢો અને એનાથી દસ મિનિટ સુધી ઘૂંટણ કે કોણી પર મસાજ કરો. ત્યાર બાદ એને ઠંડા પાણીથી ધોઈ લો. એ સિવાય બે ચમચા ચણાના લોટમાં અડધું લીંબુ નીચોવી દો. એમાં ઓટમીલ પાઉડર અથવા થોડો બદામનો ભૂકો નાખો. આ પેસ્ટને ઘૂંટણ પર પાંચ મિનિટ સુધી રહેવા દો. પછી સાદા પાણીથી ધોઈ લો. દર બીજા દિવસે આ નુસખો અપનાવો અને પછી ફરક જુઓ.

ઑલિવ ઑઇલ


ઑલિવ ઑઇલ ત્વચાને નિખારવામાં મદદરૂપ છે. ઑલિવ ઑઇલ અને ખાંડ બ્લીચિંગ ઇફેક્ટ આપશે. બન્ને સમાન માત્રામાં લેવું. એને ગોળાકાર પૅટર્નમાં મસાજ કરવું અને દસેક મિનિટ બાદ એને ધોઈ લેવું. કોપરેલમાં ચપટી કપૂર નાખીને મિશ્રણ બનાવો. એનું દરરોજ ઘૂંટણ પર મસાજ કરો. કોપરેલથી દિવસમાં બે વખત મસાજ પણ કરી શકો છો. એનું પરિણામ જોઈને તમે ખુશ થઈ જશો.

ચણાનો લોટ


ચણાના લોટમાં મધ અને દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવીને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યા બાદ પાણીથી ધોઇ લો, તેના ઉપયોગથી ચહેરામાં ચમક આવી જશે.

The post લોકડાઉનમાં ઘરગથ્થુ ઉપચારના ઉપયોગથી નિખારો તમારી ત્વચા, ત્વચાની કાળાશ દૂર કરવાના સરળ ઉપાય appeared first on Gujju Media.