લોકડાઉનમાં બોલિવુડના આ અભિનેતા કરી રહ્યા છે શૂટિંગ,તસ્વીરો થઇ વાયરલ

કોરોના વાઇરસને કારણે સરકાર દ્વારા દેશભરમાં લૉકડાઉન લાગૂ કરી દેવામાં આવ્યું છે. દેશના મોટાભાગના કામ બંધ થઇ ગયા છે. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીને લૉકડાઉનના લીધે ઘણુ નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે. બધી જ ફિલ્મ તેમજ સિરિયલ્સના શૂટિંગ બંધ થઇ ગયા છે ત્યારે અક્ષય કુમાર લૉકડાઉનમાં તેની ફિલ્મનું શૂટિંગ કરતો નજરે પડ્યો છે.

અક્ષય કુમાર અલગ અલગ પ્રકારની ફિલ્મો કરવા માટે જાણીતો છે. તે હંમેશા બીઝી જ રહેતો હોય છે અને તેણે હવે લૉકડાઉનમાં પણ શૂટિંગ શરૂ કરી દીધું છે. મુંબઇના કમાલિસ્તાન સ્ટુડિયોમાં તેમની કેટલીક તસ્વીરો સામે આવી છે.

તસ્વીરોમાં અક્ષય ડિરેક્ટર આર.બાલ્કી સાથે નજર આવી રહ્યાં છે. ફોટોમાં અક્ષય માસ્ક લગાવીને શૂટિંગ કરતા દેખાઇ રહ્યાં છે. શૂટિંગ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવામાં આવી રહ્યું છે. શૂટિંગના કાસ્ટ એન્ડ ક્રૂને લિમિટેડ રાખવામાં આવ્યો છે. ઘણા જ ઓછા લોકો સાથે અક્ષય આ પ્રોજેક્ટ કરી રહ્યો છે.

શૂટિંગમાં દરેક ક્રૂ મેમ્બર એક બીજાથી દૂર રહે છે અને માસ્ક પહેરી રાખે છે. સૂત્રોના કહ્યાં મુજબ સેટ પર સેનેટાઇઝેશન બૂથ પણ લગાવવામાં આવ્યું છે. તેમાંથી પસાર થયા બાદ જ સેટ પર એન્ટ્રી મળે છે.

લૉકડાઉન બાદ મુંબઇમાં થવાવાળું આ પહેલું શૂટિંગ છે. જોગેશ્વરીના કમાલિસ્તાન સ્ટુડિયોમાં અક્ષય આ શૂટિંગ ગવર્મેન્ટ કેમ્પેઇન માટે કરી રહ્યાં છે.

The post લોકડાઉનમાં બોલિવુડના આ અભિનેતા કરી રહ્યા છે શૂટિંગ,તસ્વીરો થઇ વાયરલ appeared first on Gujju Media.