લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ કરતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

ઘણા લોકોની જેમ તમે પણ ‘વર્ક ફ્રોમ હોમ’ કરી રહ્યા છો. તમે તમારો ઘણો સમય સ્ક્રીનની સામે પસાર કરો છો. લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગના સમયમાં, બહારની દુનિયા સાથે જોડાવા માટે સ્ક્રીન આપણી ‘આંખો’ બની ગઈ છે.

આવી સ્થિતિમાં એ સવાલ થાય છે કે સ્ક્રીનની સામે કેટલો સમય વિતાવવો જોઈએ? અને શું આ સમયમાં સ્ક્રીન-લાઈફ બેલેન્સ શક્ય છે. ટૂંકમાં, તે આ સમયે પણ શક્ય છે. જાણો કેવી રીતે તેને બેલેન્સ રાખી શકાય છે:

શું અને કેટલું અગત્યનું છે તે નક્કી કરો

તમે ઘરે કમ્પ્યુટરની સામે આખો દિવસ વિતાવો છો તો તે તેનું મૂલ્યાંકન કરવાની જરૂર છે કે તે કામને કેટલા સમયમાં પૂરું કરી શકાતું હતું. વ્યસ્ત હોવું જ પ્રોડક્ટિવ નથી. જે જરૂરી છે તે કરો. પછી બીજા કામ કરો.

ઓન સ્ક્રીન મૂડ કેવો છે

સ્ક્રીન પર સમય પસાર કરતા સમયે તમારો મૂડ કેવો છે તે જુઓ. જો તમે પ્રોડક્ટિવ, ખુશ અને હળવાશ અનુભવવો છો તો પછી ચાલુ રાખો. જો તે બિનજરૂરી અને ખરાબ મહેસૂસ કરાવે તો સમય ઓછો કરી દો.

ઓફ-સ્ક્રીન પ્રવૃતિઓનું લિસ્ટ બનાવો

એવી વસ્તુઓનું લિસ્ટ બનાવો, જેના માટે ડિવાઈસની જરૂર ન પડે, જેમાં તમને મજા આવે છે. જેથી ફ્રી ટાઇમ મળતાંની સાથે જ તમારી પાસે કામ હોય. જેમ કે, ચાલવું, મેડિટેશન, સ્નાન, કુકિંગ અથવા બુક વાંચવી, સંગીત સાંભળવું.

દિવસની શરૂઆતમાં અને રાત પહેલાં દૂર રહો

આ એક અપવાદ છે, પણ તમે સ્ક્રીન પર કરવામાં આવેલ કાર્ય સાથે ભાવનાત્મક અથવા બૌદ્ધિક રીતે ઉત્તેજીત થઈ શકો છો. સવારે ઉઠતાં જ સ્ક્રીન સાથે કનેક્ટ થવાથી તમે દિવસભર વિચલિત થઈ શકો છો. રાત્રે ઓન સ્ક્રીન રહેવાથી આંખોને અસર થઈ શકે છે.

અંતર નક્કી કરો

સ્ક્રીનથી શારીરિક અંતર જાળવવું જરૂરી છે. ફોનને દૂર રાખીને ચાર્જ કરો. ફોન માટે પણ ‘બેડ ટાઈમ’ નક્કી કરો. નોટિફિકેશન ઓછી કરો. સમસ્યા ઉભી થાય તેવી એપ ડિલીટ કરી દો. અલગ અલગ ડિવાઈસ માટે અલગ અલગ કામ નક્કી કરો. જેમ કે, ઈમેલ, ડેસ્કટોપ કમ્પ્યુટર પર જ ચેક કરો. સોશિયલ મીડિયા માટે ફોન અથવા આઈપેડનો ઉપયોગ કરો.

નિયમિત બ્રેક લો

સ્ક્રીનથી થોડા સમય માટે ઉભા થઈને સમય પસાર કરો. ફોન વગર ફરી શકો છો. દરરોજ ડિજિટલ બ્રેક લઈ શકો છો. સપ્તાહમાં એક દિવસ અથવા એક રાત સ્ક્રીનથી દૂર રહી શકાય છે.

The post લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ કરતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન appeared first on Gujju Media.