વધતી જતી ગરમીથી રાહત મેળવવા આજે જ બનાવો એકદમ યમ્મી ઑરીઓ શેક

અત્યારે એક તરફ કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ દિવસેને દિવસે ગરમીનુ પ્રમાણ પણ વધતુ જાય છે,ત્યારે લોકડાઉનમાં આપણે કઇ બહારનું ઠંડુ ખાઇ શક્તા નથી,ત્યારે તમારા પરિવાર માટે આજે જ બનાવો ઓરિઓ બિસ્કીટ શેક

સામગ્રી

  • 1 પેકેટ ઓરિઓ બિસ્કીટ
  • 2 ચમચી ખાંડ
  • 4/5 બરફ નાં પીસ
  • 1 ગ્લાસ દૂધ
  • 1 ચમચી ચોકો ચિપ્સ

બનાવવાની રીત

સૈા પ્રથમ ઑરીઓ બિસ્કીટ લેવા. તેનાં પીસ કરી લો. પછી એક ગ્લાસ દૂધ લેવું. પછી તેમા ખાંડ નાખી દો.પછી એક મીકસી લઈ તેમાં દૂધ ખાંડ અને બરફ નાંખી થોડીવાર ક્રશ કરી લો. પછી એક ગ્લાસ લો.તૈયાર કરેલું મિશ્રણ તેમાં નાંખી દો. ઉપરથી ચોકો ચિપ્સ અને ઓરિયો બિસ્કીટ મૂકી. ગાર્નિશ કરો. તૈયાર છે ટેસ્ટી ઑરિયો મિલ્ક શેક

The post વધતી જતી ગરમીથી રાહત મેળવવા આજે જ બનાવો એકદમ યમ્મી ઑરીઓ શેક appeared first on Gujju Media.