વરસાદની સિઝનમાં ઘરે બનાવો ગરમા ગરમ સ્વીટ કોર્ન સૂપ ,જાણો ટેસ્ટી સ્વીટ કોર્ન સૂપ બનાવવાની એકદમ ઇઝી રેસિપી

વરસતા વરસાદમાં ગરમ ગરમ સૂપ પીવાની ખૂબ મજા આવતી હોય છે, તેમા પણ અત્યારે કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે, તો આપણે બને એટલું બહાર જમવાનું ટાળતા હોય છે.ત્યારે જો આવા વરસતા વરસાદમાં સૂપ પીવાની ઈચ્છા થાય તો તમારે છેક રેસ્ટોરાં સુધી લાંબા થવાની જરૂર નથી. તમે ઘરે જ બનાવો ટેસ્ટી સ્વિટ કોર્ન સૂપ

સામગ્રી

  • 1 કપ બાફેલી મકાઈ
  • 1 ટે. સ્પૂન બટર
  • 1 ટી સ્પૂન છીણેલું લસણ
  • 3 કપ પાણી
  • 1/2 ટી સ્પૂન મરી પાઉડર
  • 1 નંગ સમારેલું લીલું મરચું
  • સ્વાદાનુંસાર મીઠું
  • 2 ટી સ્પૂન ખાંડ
  • 3 ટે. સ્પૂન કોર્ન ફ્લોર સ્લરી
  • 1 ચમચી સમારેલી કોથમીર

બનાવવાની રીત


સૌથી પહેલા 1 કપ બાફેલી મકાઈમાંથી 1/2 કપ બાફેલી મકાઈને મિક્સર જારમાં લઈને પેસ્ટ બનાવી લો. પેસ્ટને એક બાઉલમાં કાઢી લો.પેનમાં બટર ગરમ કરવા મૂકો. જો તમારી પાસે બટર ન હોય તો તમે ઘી પણ લઈ શકો છો. બટર ગરમ થઈ જાય એટલે તેમાં છીણેલું લસણ લઈને 10થી 15 સેકન્ડ સાંતળી લો.

હવે તેમાં પાણી ઉમરો. પાણી થોડું ઉકળવા લાગે એટલે તેમાં બાફેલી મકાઈ, મકાઈમાંથી તૈયાર કરેલી પેસ્ટ, મરી પાઉડર, સમારેલું લીલું મરચું તેમજ મીઠું ઉમેરીને 5-7 મિનિટ માટે ઉકળવા દો.આ મિશ્રણમાં હવે ખાંડ ઉમેરો અને ત્યારબાદ કોર્ન ફ્લોરની સ્લરી ઉમેરો. સ્લરી ઉમેરતી વખતે પેનમાં સતત ચમચાથી હલાવતા રહેવું. આ રીતે 5-7 મિનિટ ઉકળવા દો અને બાદમાં ગેસ બંધ કરી દો. તો તૈયાર છે સ્વીટ કોર્ન સૂપ. આ સૂપને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો.

The post વરસાદની સિઝનમાં ઘરે બનાવો ગરમા ગરમ સ્વીટ કોર્ન સૂપ ,જાણો ટેસ્ટી સ્વીટ કોર્ન સૂપ બનાવવાની એકદમ ઇઝી રેસિપી appeared first on Gujju Media.