વરસાદની સિઝનમાં બનાવો ટેસ્ટી મિનિ સમોસા,જાણો મિનિ સમોસા બનાવવાની રેસિપી

વરસાદની સિઝનમાં ટેસ્ટી અને તળેલી વસ્તું ખાવાની ખૂબ મજા આવતી હોય છે,જેમ કે દાલવડા સમોસા ભજીયા તો આજે આપણે ટેસ્ટી મિનિ સમોસા બનાવવની રેસિપી જોઇશું જે બનાવવામાં પણ ખૂબ સરળ છે. અને તમારા ઘરમાં બધાને ખૂબ પસંદ આવશે.

સામગ્રી

  • 500 ગ્રામ મેદો
  • સ્વાદાનુંસાર મીઠું
  • 1 ચમચી લાલ મરચું પાઉડર
  • 2 ચમચી જીરું પાઉડર
  • ચપટી હીંગ
  • જરૂર મુજબ તેલ
  • 500 ગ્રામ શેકેલી સીંગ
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી જીરું

બનાવવાની રીત

ટેસ્ટી મીની સમોસા બનાવવા માટે એક પેનમાં 2 ચમચી તેલ લો. તેલ ગરમ થાય એટલે શેકેલી સીંગને તે ક્રિસ્પી અને થોડી ગોલ્ડન થાય તેવી સાંતળી લો. સીંગને હવે પ્લેટમાં કાઢીને ઠંડી થવા દો. તે ઠંડી થઈ જાય એટલે તેને મિક્સર જારમાં લઈને ક્રશ કરી લો.પેનમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં હીંગ અને જીરું ઉમેરીને તતડવા દો. બાદમાં તેમા મીઠું, ગરમ મસાલો, જીરું પાઉડર, લાલ મરચું પાઉડર અને આમચૂર ઉમેરીને 30 સેકન્ડ માટે હલાવો. બાદમાં તેમાં ક્રશ કરેલી સીંગ ઉમેરીને મિક્સ કરી લો. ગેસ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દો.

એક બાઉલમાં મેદો, 1 ચમચી તેલ અને મીઠું લઈને મિક્સ કરો. બાદમાં તેમાં થોડું-થોડું પાણી ઉમેરતા જઈને સોફ્ટ કણક બાંધી લો. તેને 20 મિનિટ માટે રેસ્ટ આપો.કણકમાંથી નાના-નાના બોલ્સ બનાવી લો. તેમાંથી પૂરી વણીને વચ્ચેથી કટ કરી લો.

હવે તેમાં સીંગમાંથી તૈયાર કરેલું સ્ટફિંગ ભરીને સમોસાનો શેપ આપી દો.આ જ રીતે બધા સમોસા તૈયાર કરી લો.એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે સમોસાને તેમો ગોલ્ડન બ્રાઉન કલરના થાય તેવા તળી લો. ગેસની ફ્લેમ ધીમી રાખવી. તો તૈયાર છે મિનિ સમોસા. આ સમોસાને ગ્રીન ચટણી અને કેચઅપ સાથે સર્વ કરો.

The post વરસાદની સિઝનમાં બનાવો ટેસ્ટી મિનિ સમોસા,જાણો મિનિ સમોસા બનાવવાની રેસિપી appeared first on Gujju Media.