વોટ્સએપ લાવ્યું નવુ ફીચર, એક સાથે આટલા લોકો કરી શકશે વિડિયો કોલ

ફેસબુક તરફથી ગયા મહિને જાહેરાત કરવામાં આવી હતી કે નવું મેસેન્જર રૂમ્સ ટુંક સમયમાં યૂઝર્સને વોટ્સએપ પર પણ મળશે. ત્યારબાદ કંપનીએ એન્ડ્રોઇટ એપના બીટા વર્જન પર ફીચરનું ટેસ્ટીંગ શરૂ કરી દીધુ હતુ. હવે સામે આવ્યુ છે કે સ્માર્ટફોન પર વોટ્સએપમાં આવતા પહેલા મેસેન્જર રૂમ ફોર વોટ્સએપને Whatsapp Web પર રોલ આઉટ કરી દેવામાં આવશે. ટુંક સમયમાં યબઝર્સ આ વીડિયો કોલિંગ ઓપ્શન મળશે.

મેસેન્જર રૂમ્સ નવા ગ્રુપ વીડિયો ચેટ ફીચર છે, જેને કંપની ફેસબુક મેસેન્જરમાં લઈને આવી છે. આની મદદથી તમે વોટસએપ પોર્ટલ કે પછી ઇન્સ્ટાગ્રામ પરથી વીડિયો ચેટીંગ ગ્રુપનો ભાગ બની શકશો. વોટ્સએપમાં આવતા અપડેટ અને નવા ફીચર્સને ટ્રેક કરનાર WABetaInfo તરફથી કહેવામાં આવ્યુ છે કે મેસેન્જર રૂમ્સ ફીચર ટુક સમયમાં વોટ્સએપ વેબ પર મળશે.

બ્લોગ સાઈટ અનુસાર વોટ્સએપ તેના વેબ પ્લેટફોર્મમાં મેસેન્જર રૂમ્સનું શોર્ટકટ એડ કરવા પર હાલ કામ કરી રહ્યુ છે. આ ફીચર વોટ્સએપ વેબ વર્જન 2.2019.6માં મળશે. આની મદદથી યૂઝર્સ કોઈ પણ મેસેન્જર રૂમ્સમાં જોડાઇ શકશે. વોટ્સએપ વેબ યૂઝર્સ તેના લેપટોપ કે પર્સનલ કોમ્પ્યુટરથી ફેમિલી અને ફ્રેન્ડ સાથે વીડિયો કોલિંગ રૂમ બનાવી ચેટિંગ કરી શકશે. આ રીતે તે એક સાથે 50 યૂઝર્સને એક સાથે વીડિયો કોલિંગ કરી શકશે.

રિપોર્ટ અનુસાર આ ફીચર તમામ યૂઝર્સ માટે રોલઆઉટ નથી કરવામાં આવ્યુ જો કે ભવિષ્યમાં આની અપડેટ તમામ યૂઝર્સને મળશે સ્માર્ટફોન પર આ એક અલગ ફીચર તરીકે વોટ્સએપમાં સમાવેશ કરવામાં આવશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડોક્યુમેન્ટ્સ અને ગેલરી ઓપ્શન સાથે એક નવો આઇકન મેસેન્જર રૂમ્સ પણ દેખાશે. આવતા મહિનાથી જ આ ઓપ્શન મળી શકશે.

The post વોટ્સએપ લાવ્યું નવુ ફીચર, એક સાથે આટલા લોકો કરી શકશે વિડિયો કોલ appeared first on Gujju Media.