સુપરહિટ ફિલ્મ બાહુલબીનો કટપ્પા હોત આ એક્ટર,આ કારણે નકાર્યો હતો કટપ્પાનો રોલ

બાહુબલી ફિલ્મ સુપર ડુપર હિટ ફિલ્મ છે, અને તે અત્યાર સુધી સૌથી વધારે ચર્ચિત ફિલ્મ કહી શકાય તેમાંની એક છે. બાહુબલીએ બોક્સ ઓફિસના બધા જ રેકોર્ડ તોડી નાંખ્યા હતા અને ક્રિટીક્સના મોઢા પણ બંધ કરાવી દીધા હતા. બાહુબલીના બધા જ કેરેક્ટર ખૂબ જ ફેમસ થયા હતા પરંતુ બ્હુબલી ધ બિગનિંગ બાદ એક સવાલ આખા દેશમાં ચર્ચાવા લાગ્યો હતો કે કટપ્પાને બાહુબલી કો ક્યું મારા ?

કટપ્પાનું નામ જ નહી પરંતુ કટપ્પાનું પાત્ર ભજવનાર સત્યરાજ પણ આ ફિલ્મ થકી ખૂબ જ ફેમસ થયા પરંતું શું તમે જાણો છો કટપ્પાનો રોલ પહેલા બોલિવૂડના એક સિનિયર એક્ટરને ઓફર થયો હતો. સોશ્ય મિડીયા રિએક્શન જોતા તમને પણ એવું લાગશે કે આ એક્ટર કટપ્પાના રોલમાં એકદમ ફીટ બેસત. કટપ્પાનો રોલ સંજય દત્તને ઓફર થયો હતો પરંતુ તે સમયે તે જેલમાં હોવાથી આ રોલને એક્સેપ્ટ નહોતા કરી શક્યા.

સત્યજીતને રોલ જ્યારે ઓફર કરવામાં આવ્યો ત્યારે તેમણે આ રોલને સહર્ષ સ્વિકારી લીધો હતો. વિચાર કરો કે જો સંજય દત્તે કટપ્પાનું પાત્ર ભજવ્યું હોત તો તે બાહુબલીમાં કેવા લાગ્યા હોત. તમને જણાવી દઇએ કે સંજય દત્ત આ પહેલા પણ નેગેટીવ રોલ કરી ચૂક્યા છે માટે દર્શકો આરામથી તેમને કટપ્પાના રોલમાં સ્વિકારી લેત.

પહેલા પણ સંજય દત્તે અગ્નિપથ ફિલ્મમાં કાંચા ચીનાનું ગ્રે શેડવાળું પાત્ર ભજવ્યું હતું, જેને ઘણુ પસંદ કરવામાં આવ્યું હતુ. પાણીપતમાં એહમદ શાહ અબ્દાલીનું પાત્ર ભજવ્યું હતું. આ પહેલા તો તેમની છબી ખલનાયકની જ હતી

તમને જણાવી દઇએ કે રાજમાતા શીવગામી દેવી કે જેમને દર્શકો દ્વારા ખૂબ પ્રેમ મળ્યો છે તે પાત્ર બોલિવૂડની હવા હવાઇ શ્રી દેવીને ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ કેટલાક કારણસર તે આ રોલ ન કરી શક્યા.

The post સુપરહિટ ફિલ્મ બાહુલબીનો કટપ્પા હોત આ એક્ટર,આ કારણે નકાર્યો હતો કટપ્પાનો રોલ appeared first on Gujju Media.