સુશાંતના ચાહકોએ વ્યક્ત કર્યો આક્રોશ,સડક-2નું ટ્રેલર બન્યુ દુનિયામાં સૌથી વધારે ડિસલાઇક મેળવનાર ટ્રેલર

સુશાંતના મોત બાદથી બોલિવૂડમાં નેપોટિઝ્મ, ઈનસાઈડર તથા આઉટસાઈડરને લઈ ઘણી જ દલીલો થઈ રહી છે. કંગના રનૌતે કરન જોહર, મહેશ ભટ્ટ પર નેપોટિઝ્મને ફેલાવવાનો આક્ષેપ કર્યો છે.


ત્યારે આ બધા વચ્ચે આલિયા ભટ્ટ, સંજય દત્ત, આદિત્ય રોય કપૂર તથા પૂજા ભટ્ટની ફિલ્મ ‘સડક 2’નું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. જોકે, નેપોટિઝ્મને કારણે આ ટ્રેલરને અત્યાર સુધીમાં યુટ્યુબ પર સૌથી વધુ ડિસ્લાઈક મળી છે. સુશાંતના ચાહકોએ આ ટ્રેલર પર આક્રોશ વ્યક્ત કર્યો છે.


સડક-2 નુ ટ્રેલર ટ્રેન્ડ કરી રહ્યું છે. 24 કલાકની અંદર તેને 14 મિલીયન વાર જોવામાં આવ્યું છે પરંતુ ફિલ્મના ટ્રેલરને 43 લાખથી વધુ વાર ડિસલાઇક કરવામાં આવ્યું છે, જે પણ એક પ્રકારનો રેકોર્ડ છે. જ્યારે આ ફિલ્મના ટ્રેલરને જોઇને પસંદ કરવાવાળા લોકોની સંખ્યા માત્ર અઢી લાખ છે.


મળતી માહિતી મુજબ સડક-2ના ટ્રેલરને લાઇક કે ડિસ્લાઇકના રેશિયોમાં જમીન આકાશનો ફર્ક છે. રિલીઝ થયાના 12 કલાકમાં જ સૌથી વધારે એટલે કે 36 લાખથી વધુ લોકોએ તેને ડિસ્લાઇક કર્યું. ઉલ્લેખનિય છે કે હાલ 94% સાથે દુનિયાભરમાં સૌથી વધારે નાપસંદ થયેલા ટોપ 50 વિડીયોમાં સડક-2 11માં સ્થાને પહોંચી ગયું છે.

લોકો ટ્રેલરને જોવે છે પરંતુ નેપોટીઝમના કારણે તેને ડિસ્લાઇક કરે છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી લોકોનો ગુસ્સો સ્ટાર કિડ્ઝ પર જોવા મળશે.

તમને જણાવી દઇએ કે, સંજય દત્ત, આલિયા ભટ્ટ, પૂજા ભટ્ટ અને આદિત્ય રોય કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ દરેક સ્ટારનો સંબંધ ફિલ્મી પરિવાર સાથે છે. આલિયા અને પૂજા તો ખુદ ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટની દીકરીઓ છે.

સડક-2 જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે તે ડિઝની પ્લસ હોટસ્ટારને પણ અનઇન્ટોલ કરવાની વાતો થઇ રહી છે, આલિયા ભટ્ટે તો તેના ઇન્સ્ટાગ્રામનું કમેન્ટ બોક્સ પણ બંધ કરી દીધુ છે જેથી કોઇ તેને આડુ અવળુ ન કહી શકે.

The post સુશાંતના ચાહકોએ વ્યક્ત કર્યો આક્રોશ,સડક-2નું ટ્રેલર બન્યુ દુનિયામાં સૌથી વધારે ડિસલાઇક મેળવનાર ટ્રેલર appeared first on Gujju Media.