સુશાંતના જીવનથી પ્રેરિત ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ,ફિલ્મમાં જોવા મળશે સુશાંતનો હમશકલ

બોલિવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂતનાં નિધનને એક મહિનાથી ઉપરનો સમય થઇ ગયો છે. ત્યારે હજી પણ તેના આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી. તેનાથી બોલિવુડ પણ જાણે બે ભાગમાં વહેચાય ગયું છે. અને મુંબઇ પોલિસ આ મામલ ઘણા લોકોના નિવેદન પણ લઇ ચૂકી છે.


ત્યારે હવે આ બધાની વચ્ચે સુશાંતના જીવનથી પ્રેરિત ફિલ્મ ‘આત્મહત્યા અથવા હત્યાનું પોસ્ટર બહાર આવ્યું છે. ફિલ્મના નિર્માતા વિજય શેખર ગુપ્તાએ આ ફિલ્મ અંગે વાત કરી છે.

ફિલ્મના નિર્માતા વિજય શેખર ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘ફિલ્મની લગભગ પચાસ ટકા સ્ક્રીપ્ટ પર કામ થઈ ગયું છે અને ઓગસ્ટના મધ્ય સુધીમાં ફાઈનલ થઈ જશે. 16મી સપ્ટેમ્બરથી અમે મુંબઇ અને પંજાબમાં 50 દિવસ સુધી શૂટિંગ કરીશું. આ ફિલ્મ બોલિવૂડમાં ફેલાયેલા નેપોટિઝમ અને બોલિવૂડ માફિયાઓનું અભિમાન તોડવા માટે બનાવી રહ્યા છીએ.

આ ફિલ્મના પોસ્ટર રિલીઝ સાથે ઘણા પ્રશ્ર્નો પણ ઉત્પન થયા છે, જેમ કે સુશાંતસિંહના નામ પર પૈસા કમાવવાના પ્રશ્ન પર વિજય શેખર ગુપ્તાએ કહ્યું હતું કે ‘હું તેના નામથી કમાણી કરવાનો બિલકુલ પ્રયાસ કરી રહ્યો નથી. હું બસ એટલો જ પ્રયાસ કરી રહ્યો છું કે સુશાંત જેવો અકસ્માત બીજા કોઈ સાથે થાય નહીં. જો કોઈ આઉટસાઈડર આપણી ઇન્ડસ્ટ્રીમાં આવે અને તે આત્મ હત્યા કરવાનો પ્રયાસ કરે છે તો કાંઇક તો કારણ હશે. આપણી ઇન્ડસ્ટ્રીમાં માફિયા ગેંગ ચાલી રહી છે.

વાત કરવામાં આવે રિલીઝ થયેલા પોસ્ટરની તો ફિલ્મના પોસ્ટરમાં એક તરફો ભાગ બ્લેક રાખવામાં આવ્યો છે અને તેની બીજી બાજુ એક ચહેરો દેખાય છે. પોસ્ટરમાં સચિન તિવારીને એક આઉટસાઈડર બતાવવામાં આવ્યો છે.

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રહેતો સચિન તિવારી ‘આત્મહત્યા અથવા હત્યા’ ફિલ્મમાં કામ કરી રહ્યો છે. સુશાંતસિંહ રાજપૂતનો હમશકલ હોવાને કારણે તે ઇન્ટરનેટ સેન્સેશન બની ગયો છે.

The post સુશાંતના જીવનથી પ્રેરિત ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ,ફિલ્મમાં જોવા મળશે સુશાંતનો હમશકલ appeared first on Gujju Media.