હવે ઉપવાસમાં ઘરે જ બનાવો ફરાળી ઇડલી,જાણો ફરાળી ઇડલી બનાવવાની રેસિપી

શ્રાવણ મહિના આપણે એકનુ એક ફરાળી વાનગી ખાઇને આપણે કંટાળી ગયા હોય તો ઉપવાસમાં કઇ નવુ બનાવો,એમા પણ જો ટેસ્ટી અને હલ્ધી વસ્તુ મળી જાય તો તેની વાત કઇ અલગ જ હોય છે. તો આ શ્રાવણ મહિનામાં બનાવો ફરાળી ઇડલી તો જાણો ફરાળી ઇડલી બનાવવાની એકદમ ઇઝી રેસિપી.

સામગ્રી

  • 1 કપ સાબુદાણા
  • 2 ટી સ્પૂન તેલ
  • 2 થી 3 કપ છાશ
  • 1/2 ટી સ્પૂન ખાવાનો સોડા
  • 2 ટેબલ સ્પૂન કોથમીર ઝીણી સમારેલી
  • 4 ઝીણા સમારેલા લીલા મરચાં
  • મોરેયાનો લોટ
  • મીઠું સ્વાદાનુસાર

બનાવવાની રીત

એક ફ્રાઈંગ પેનમાં થોડું તેલ લો. તેમાં સાબુદાણા મધ્યમ તાપે ૫ મિનિટ શેકવા. ત્યાર બાદ સાબુદાણા છાશથી પલાળવા. લગભગ ૬ થી ૮ કલાક પલાળી રાખવા. ત્યારબાદ પલળેલા સાબુદાણા વાટી લેવા. તેમાં મોરૈયાનો લોટ ઉમેરો. તેમજ સ્વાદાનુસાર મીઠુ અને સોડા ઉમેરી હલાવી લેવુ. કોથમીર અને લીલા મરચા ઉમેરવા. ઈડલીના વાસણમાં તેલ ચોપડી, ખીરૂ રેડી ઈડલી ઉતારવી. ગરમ ઈડલી કોપરાની ચટણી સાથે પિરસવી

The post હવે ઉપવાસમાં ઘરે જ બનાવો ફરાળી ઇડલી,જાણો ફરાળી ઇડલી બનાવવાની રેસિપી appeared first on Gujju Media.