1 જુલાઈથી લાગુ થઈ શકે છે અનલોક-2,મોદી સરકાર અનલોક-2માં આપી શકે છે વધુ છૂટછાટ

અનલોક -1 પૂર્ણ થવાની નજીક છે ત્યારે સરકારે અનલોક-2ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 1 જુલાઈથી અનલોક-2 લાગુ કરવામાં આવી શકે છે. જેમાં કેટલીક વધારે છૂટ આપવામાં આવી શકે છે. કોરોનાના વધી રહેલા કેસના કારણે અમુક રાજ્યોએ લોકડાઉન લંબાવ્યું છે અને હજુ પણ આગામી એક મહિના સુધી સ્કૂલ, કોલેજો શરૂ નહીં થાય.


અનલોક-2માં કેટલીક છૂટ મળી શકે છે. બુધવારે કેબિનેટની બેઠકમાં આ અંગે વિગતે ચર્ચા પણ થઇ છે. જેમાં રાજ્યમાં અનલોક ટુમાં કરફ્યુમાં મોટી રાહત મળે તેવી શક્યતા છે. રિપોર્ટ પ્રમાણે રેલવે દ્વારા અનલોક-2માં વધારાની સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવી શકે છે.

આ ઉપરાંત દેશભરમાં આવેલા વિવિધ એરપોર્ટ દ્વારા ડોમેસ્ટિક ફ્લાઇટની સંખ્યા વધારવામાં આવી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ રાત્રિ કર્ફ્યૂ ટૂંકાવીને રાતના નવને બદલે રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લાગુ કરવામાં આવી શકે છે.

તો ધંધા રોજગારને લઇને પણ મોટી રાહત મળી શકે તેમ છે. જેમાં સાંજે સાત સુધી ચાલતા ધંધા રોજગારને હવે રાતના દસ વાગ્યા સુધી છુટ મળી શકે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ પણ વધુ પ્રમાણમાં શરૂ કરવાની શક્યતા છે.

કોરોનાની સૌથી વધુ અસર હોટલ અને રેસ્ટોરા ઉદ્યોગને થઇ છે. તેમાં પણ સરકાર રાહતનો નિર્ણય લઇ શકે છે જેમાં રેસ્ટોરા. હોટલો અને ખાણીપીણીના બજારોને રાતે દસ વાગ્યા સુધી ખુલ્લા રાખવાની મંજૂરી આપી શકે છે.

The post 1 જુલાઈથી લાગુ થઈ શકે છે અનલોક-2,મોદી સરકાર અનલોક-2માં આપી શકે છે વધુ છૂટછાટ appeared first on Gujju Media.