1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર

કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે,ત્યારે આ બધા વચ્ચે ઉત્તરપ્રદેશના આગ્રામાં અનલોકના કારણે 1 સપ્ટેમ્બરથી સ્મારકોને ખોલવાનો નિર્ણય જિલ્લા પ્રશાસને કર્યો છે. જો કે તાજમહેલ અને આગ્રા ફોર્ટે ખોલ્યો નથી. તેમના સિવાય સિકંદરા, ફતેહપુર સીક્રી, એતમદૌલા, મહતાજ બાગ ખોલવાનો આદેશ ડીએમએ જાહેર કર્યો છે.


મળતી માહિતી મુજબ આ આદેશ અનુસાર યૂપીમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશ અનુસાર લોકડાઉનમાં શનિવાર અને રવિવારે આ સ્મારક બંધ રહેશે. આદેશમાં કહેવાયું છે કે પૂર્વ નિર્ધારિત બફર ઝોનના આદેશોને સંશોધિત કરીને સાપ્તાહિક બંધ એટલે કે શનિવાર અને રવિવાર સિવાય કોરોના સુરક્ષાના નિયમો સાથે આગ્રામાં તાજમહેલ અને આગ્રા કિલ્લાને છોડીને અન્ય તમામ સ્મારક 1 સપ્ટેમ્બર 2020થી ખોલવામાં આવશે.

અહીં આવવા માટે સામાન્ય માણસને માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગનો ખ્યાલ રખાશે. જિલ્લા પ્રશાસનના અનુસાર તાજ મહેલ અને આગ્રા ફોર્ટને ખોલવાને લઈને અલગ અલગ ભાગમાં નિર્ણયો લેવાશે.

આગ્રામાં આ સમયે કોરોનાના કુલ 293 એક્ટિવ કેસ છે તેમાં 28 નવા કેસ છે. જિલ્લામાં કુલ 2395 પોઝિટિવ કેસ છે. તેમાંથી 1998 કેસ સાજા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 104 લોકોના મોત થયા છે. જિલ્લામાં કોરોના દર્દીઓના સ્વસ્થ થવાની ટકાવારી 83.42 છે. જેટલા સેમ્પલ લેવાઈ રહ્યા છે તેમાંથી 2.77 ટકા પોઝિટિવ કેસ આવ્યા છે.

The post 1 સપ્ટેમ્બરથી ખૂલશે આ તમામ સ્મારક,સરકારે કરી ગાઈડલાઈન જાહેર appeared first on Gujju Media.