ભારતના પ્રવાસમાટે ૧૦ સૌથી લોકપ્રિય સ્થળો વિષે જાણીએ

ભારત વિશ્વભરના પ્રવાસીઓ માટે લોકપ્રિય પ્રવાસન સ્થળો ધરાવે છે તો આવો આજે એમાંથી ૧૦ સૌથી લોકપ્રિય સ્થળો વિષે જાણીએ

જો તમે પ્રવાસન સ્થળો વિશે વાત કરતા હોય તો ભારત દેશ તેમાં ટોચ પર રહેશે. ભારત દેશ પર્યટન સ્થળોથી ભરપુર છે જે તેમના સાંસ્કૃતિક મહત્વ, કુદરતી સૌંદર્ય અને સાહસિક પ્રવૃતિઓ માટે પ્રખ્યાત છે. ભારતના આ પ્રસિદ્ધ પ્રવાસન સ્થળોને આવરી લેવા વર્ષોનો સમય લાગી શકે છે તો આ પ્રવાસી સ્થળોની મુલાકાતને વધુ સરળ બનાવવા ભારતના સૌથી પ્રસિદ્ધ એવા ૧૦ સ્થળો વિષે જાણીએ.

Taj Mahal – તાજ મહલ

શરૂઆત કરીએ એક એવા શહેર થી જે મુગલ યુગથી પ્રેમના પ્રતિક તરીકે જાણીતું છે “આગ્રા”. આ સમાજ અને દુનિયા કે જેઓ ભારત અને ભારતના પ્રવાસી સ્થળો વિષે વિચારે છે ત્યારે સૌ પ્રથમ વિચાર તાજમહેલનો આવે છે. “તાજમહેલ” જે એક પ્રેમનું પ્રતિક છે અને વિશ્વની આંઠ અજાયબીમાંનું એક છે જે આગ્રામાં આવેલ છે. આગ્રાને સુપ્રસિદ્ધ બનાવવા માટે માત્ર આ એક જ કારણ નથી પરંતુ આગ્રામાં ઇતીમાદ-ઉદ-દૌલાહ અને અકબરની કબર જેવા મુગલ સામ્રાજ્યના ઘણા અવશેષો છે. ત્યાં પણ આગ્રાનો ભવ્ય કિલ્લો, વિશાળ જામા મસ્જીદ અને તેની પાછળ આવેલ કિનારી બજારની સાંકડી શેરીઓ પર્યટકોને આકર્ષિત કરે છે.

Amritsar – અમૃતસર


Golden Temple – Amritsar (સુવર્ણ મંદિર- અમૃતસર)

જો આગ્રા તમને ભારતના મુઘલ સામ્રાજ્યની ઝાંખી આપે છે તો અમૃતસર શીખ ધર્મની રસપ્રદ સંસ્કૃતિ દર્શાવે છે. શહેરનું નામ પવિત્ર અમૃતના કળશ પરથી છે. ઈ.સ. ૧૫૭૭ માં નવ પવિત્ર શીખ ગુરુના ચોથા ગુરુ રામદાસ દ્વારા તેની સ્થાપના કરવામાં આવી હતી. સ્વાભાવિક રીતે આ શીખ ધર્મની આધ્યાત્મિક રાજધાની છે. હરિમંદિર સાહેબ ગુરુદ્વારા તરીકે જાણીતું ભવ્ય મંદિર છે જે સુવર્ણ મંદિર તરીકે વિશ્વમાં પ્રખ્યાત છે. આ સાથે અકાલ તખ્ત અને માતાના મંદિરો પણ આધ્યાત્મિક રૂચી માટે લોકપ્રિય સ્થળો છે. અમૃતસર નું સુવર્ણ મંદિર તેની અદભુત ભોજન વ્યવસ્થા માટે પણ પ્રખ્યાત છે. પંજાબના લોકોના મહાન આદર સત્કાર સાથે તે પણ ટોચ પર છે.

Nainital – નૈનીતાલ


Naini Lake – Nainital (નૈની લેક- નૈનીતાલ)

નૈનીતાલ મનોહર નીલમણી જેવા નૈની તળાવની આસપાસ વસેલું એક શાનદાર પર્વતીય પર્યટક સ્થળ છે. એક સમયે કહી શકાય કે જે નગર ઊંઘમાં હતું એ આજે વિકસતા બજારો અને અનેક હોટલો સાથે સંપૂર્ણ વ્યસ્ત હિલ સ્ટેશન છે. આ સૌથી પ્રસિદ્ધ હિલ સ્ટેશન પણ છે જેમાં હજારો પરિવારો અને યુગલો હિમાલયના ખોળામાં આવે છે અને તળાવમાંથી મનોહર દ્રશ્યો અને નૌકા વિહારનો આનંદ માણે છે. નૈનીતાલ પાસે એવા ઘણા બધા વોકિંગ ટ્રેકસ છે જે હિમાલયન પર્વતોના પોઈન્ટ જોવા ગાઢ ટેકરીઓની વચ્ચે લઇ જાય છે. આમ, નૈનીતાલ એક પ્રસિદ્ધ પર્યટક સ્થળ છે જે ભારતના પર્વતોની ભવ્યતામાં વધારો કરે છે.

Ooty – ઊટી

ઉંટી, નૈનીતાલની જેમ, ભારતના અન્ય એક હિલ સ્ટેશન કે જે થોડું નગર તરીકે વિકસિત થયું હતું પરંતુ આજે એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન છે. તે પ્રવાસીઓ માટે એક મોટું કેન્દ્ર બન્યું છે. શાંતિને પ્રાધાન્ય આપનારાઓ માટે તે ટોચની સીઝન દરમ્યાન વધુ ગીચ બની જાય છે. હિલ સ્ટેશનની રાણી તરીકે ઓળખાતું ઊટી, ભારતના પશ્ચિમ ઘાટ, ઠંડા વાતાવરણ, સુખદ હવામાન, આબેહુબ લીલી ચાના બગીચાઓ અને બ્રિટીશ યુગના બંગલાઓ પ્રસ્તુત કરે છે. છેલ્લા દાયકાઓમાં આ હિલ સ્ટેશન ઘણા વ્યાપારીકરણમાંથી પસાર થઇ રહ્યું છે પરંતુ તમે ટ્રેનમાં મુસાફરી કરીને તેના ભૂતકાળના જાદુનો અનુભવ કરી શકો છો.

Jaipur – જયપુર

જયપુર એક એવું શહેર છે જે એના વૈભવ માટે જાણીતું છે. આ શહેર રાજસ્થાનની રાજધાની છે. આ શહેર પિંક સીટી એટલે કે ગુલાબી નગરી તરીકે પણ પ્રસિદ્ધ છે. તેના બજારો અને શેરીઓ ભૂતકાળ અને વર્તમાનનું મિશ્રણ છે. જયપુર તેના શાહી વારસાનું ખુબ સારી રીતે જતન કરે છે જેમાં તે શહેરનો વિશાળ શાહી પેલેસ તેના હાર્દમાં છે. જુના મહેલો અને જંતરમંતર ની વૈધશાળા જુના સમયના સ્થાપત્યની યાદ અપાવે છે. ત્યાં મુખ્ય શહેરની બહાર આમેર કિલ્લો પણ છે.

Shillong – શિલોંગ

જયપુરના જાદુ પછી આપણે અન્ય હિલ સ્ટેશન તરફ પાછા ફરીએ. હવે આપણે ભારતના ઉત્તરપૂર્વ પ્રદેશમાં આવેલ હિલ સ્ટેશન શિલોંગ તરફ નજર કરીએ. શિલોંગ હિલ સ્ટેશન એ મેઘાલયની રાજધાની છે. એ ખુબજ વ્યસ્ત પર્યટન સ્થળ છે. શિલોંગમાં ખુબજ સુંદર સ્થળો આવેલા છે. જેમકે શિલોંગ શિખર, મુખ્ય શહેરથી ૧૦ કિ.મી. દુર આવેલું છે અને મેઘાલયનો સૌથી ઉંચો પોઈન્ટ છે જે તમને શહેર અને તેની આસપાસના વિસ્તારોનું સુંદર દર્શન કરાવે છે. સ્પ્રેડ ઈગલ ધોધ, સ્વીટ ફોલ્સ અને એલીફન્ટ ફોલ્સ પણ લોકપ્રિય સ્થળો છે જે આંખોને ઠંડક આપે છે. શિલોંગના સંસ્થાનવાદી યુગના અનુભવ માટે ઓલ સેન્ટ્સ કેથેડ્રલ, એન્ગ્લીકલ ચર્ચ, અને પીનવુડ હોટેલની મુલાકાત લેવી..

Goa – ગોઆ

ચાલો ભારતના ઐતિહાસિક રીતે સમૃદ્ધ અને મનોહર હિલ સ્ટેશનોથી વિરામ લઈએ અને ગોવાના લાંબા દરિયાકાંઠાની દિશામાં આગળ વધીએ. ગોવાના દરિયાકિનારે ૫૧ બીચ આવેલા છે. દરિયાને સ્પર્શવા માટેના વળાંકવાળા સફેદ રેતાળ દરીયાકીનારાઓ અને પામ વૃક્ષોનું સમીકરણ ગોવાને હીટ બનાવે છે. યુગલો માટે ગોવા ખુબ પ્રિય સ્થળ છે. ગોવા તેની નાઈટ લાઈફ માટે પણ જાણીતું છે જેમાં ટીટો અને મોંટીગો એવા બે પબ ખુબ લોકપ્રિય છે. ગોવાની આસપાસની ટેકરીઓ ઉપર ઘણા ટ્રેકિંગ રસ્તાઓ છે જે તમારી અંદરના સાહસને સંતોષી આપે છે. ગોવા પોતાની અનન્ય ઓળખ સાથે કોંકણી, કેથોલિક, પોર્ટુગીઝ અને મુસ્લિમ રસોઈ કળા માટે પણ જાણીતું છે.

Shimla – શિમલા

ભારતમાં બ્રિટીશ શાસનકાલ દરમ્યાન ઉનાળાની ઋતુની રાજધાની સીમલા હવે ભારતના સૌથી લોકપ્રિય હિલ સ્ટેશનોમાંનું એક છે. સીમલા એ હિમાચલ પ્રદેશની રાજધાની છે. તેની લોકપ્રિયતાને જોતા આ સ્થળ પર્યટકોથી ભરેલું રહે છે. ચાલીને ફરવા માટે સેન્ટ્રલ એરિયા ખુબ સારો છે જે તમને સુખદ અને આનંદપ્રદ અનુભવ કરાવશે. મોટાભાગના અન્ય હિલ સ્ટેશનની જેમ સિમલામાં પણ લાંબા વળાંક અને સાંકડી શેરીઓ આવેલી છે. શિયાળાની ઋતુમાં બરફ વર્ષાના કારણે સીમલા આખું બરફાચ્છાદિત બની જાય છે. તેનાથી આસપાસના પર્વતોનો દેખાવ ખુબ સુંદર બની જાય છે. વાઈસરેગલ લોજ, ક્રિસ્ટ ચર્ચ અને ગોર્ટન કેસલ તમને સિમલાના બ્રિટીશ યુગનો વારસો દર્શાવે છે. જો તમે સિમલાની આસપાસ ચાલતા હોવ તો કેન્દ્રમાં આવેલ ટાઉન હોલની મુલાકાત લેવાની ચૂકશો નહિ.

Tirupati – તિરૂપતિ

અમે ભારતના દરિયાકાંઠાઓ, પર્વતો અને મહેલો વિષે વાત કરી. પરંતુ દેશના આધ્યાત્મિક વારસાની ઝલક મેળવવા માટે તિરુપતિની મુલાકાત કીમતી છે. આંધ્રપ્રદેશના તિરૂમાલાના પવિત્ર ટેકરી પર બાંધેલું તિરુપતિ મંદિર વિશ્વમાં સૌથી મોટું યાત્રાધામ છે.દરરોજ હજારો લોકો મંદિરે જાય છે. જે સમગ્ર દિવસ દરમ્યાન દર્શન માટે ખુલ્લું રહે છે. આ વિશ્વના સૌથી વ્યવસ્થિત સંચાલિત મંદિરોમાનું એક છે. તિરુપતિ ભારતના સૌથી ગીચ પર્યટક સ્થળોમાનું એક છે. જો તમે આધ્યાત્મિક વલણ ધરાવતા હોવ તો તિરૂમાલાની યાત્રા અવશ્ય કરવી જોઈએ.

Pondicherry – પોંડિચેરી

પોંડીચેરી એ તામિલનાડુનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. ભારતની આઝાદી પછી પણ ૭ વર્ષ સુધી ફ્રેંચ શાસન રહ્યું અને આજે પણ એની અસર દેખાય છે. પોંડીચેરી તેના તેજસ્વી અને રંગબેરંગી ઘરો, હોટલો, દુકાનો અને રેસ્ટોરન્ટ માટે જાણીતું છે. આ વાસ્તુકળા હકીકતમાં દરિયાઈ નગરના હાઈલાઈટ પૈકી એક છે. પોંડીચેરીની લોકપ્રિયતા માટેનું બીજું એક કારણ શ્રી અરવિંદ આશ્રમ અને ઓરોવીલે છે. પોંડીચેરીના રિલેક્ષ અને શાંત વાતાવરણ ને ગોવા સાથે સરખાવી શકાય.