ઇતિહાસમાં અગત્યનું સ્થાન ધરાવતો આગાખાન મહેલ

ણેમાં જો કોઇ ખાસ જોવાલાયક સ્થળો હોય, તો તેમાં આગાખાન મહેલ મોખરે છે. ઇતિહાસની દ્રષ્ટિએ આ મહેલ ઘણું મહત્વ ધરાવે છે. વર્ષ 2003માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા આ મહેલને ભારતનાં ઐતિહાસિક મહત્વ ધરાવતાં સ્મારકોમાં સામેલ કર્યો છે.

Aga Khan Palace, Pune

સુલતાન મોહમ્મદશાહ આગાખાન તૃતીય દ્વારા સન 1892માં બાંધવામાં આવેલ આ મહેલ સ્થાપત્ય અને કળા-કારીગરીની દ્રષ્ટિએ પણ એટલું જ મહત્વ ધરાવે છે. 19 એકરમાં ફેલાયેલ આ મહેલમાં દેશનાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનાં મહત્વનાં ફોટોસ અને પોર્ટ્રેઇટસ જોઇ શકાય છે.

ભારતની સ્વતંત્રતા ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીએ તેમના પત્ની કસ્તુરબા તથા અંગત સચિવ મહાદેવભાઇ દેસાઇ સાથે આ સ્થળે 1942 થી 1944 દરમિયાન નિવાસ કર્યો હતો. પરંતુ, કમનસીબે કસ્તુરબા તથા મહાદેવભાઇનું અવસાન આ ગાળામાં થયું, જેમની સમાધિ આજે પણ આ સ્થળે છે, જે પર્યટકો માટે જોવાલાયક સ્થળ બન્યું છે.

આઝાદી બાદ સન 1969માં આગાખાન ચતુર્થે આ મહેલ ભારત સરકારને હસ્તક દાન કર્યો હતો. દર વર્ષે અહીં મહત્વનાં રાષ્ટ્રીય દિવસોએ ખાસ કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે.

જો તમે પૂણે જતાં હોવ, તો આ સ્થળની મુલાકાત ચોક્કસથી લેવી!