ઓનલાઈન ખરીદી કરવાની આદતથી બચો

આજકાલના ભાગદોડ ભર્યા જીવનમાં લોકોનું જીવન ઘણું વ્યસ્ત રહેતું હોય છે. ઉલ્લેખનીય છે કે, અત્યારની વ્યસ્ત જીવનશૈલી, અને નોકરી ધંધાની ભાગદોડમાં લોકો પાસે સમય નથી રહેતો. તેવી સ્થિતિમાં મોટાભાગના લોકો લોકલ માર્કેટમાં ખરીદી કરવાની જગ્યાએ ઓનલાઈન શોપિંગ કરવાનું વધારે પસંદ કરે છે. મહત્વનું છે કે, આ ઓનલાઈન શોપિંગનો શોખ લોકો માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં કરાયેલા રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ઓનલાઈન શોપિંગ એક માનસિક બીમારી પણ હોઈ શકે છે. મળતી માહિતી અનુસાર, લોકો ઓનલાઈન શોપિંગની આદતથી છૂટવા માટે ટ્રીટમેન્ટ પણ લેતા હોય છે. આ બીમારીથી પીડિત વ્યક્તિ તેને જરૂર હોય તેના કરતા પણ વધારે ખરીદી કરે છે. આ કારણે વ્યક્તિને પૈસાની તંગીનો સામનો કરવો પડે છે. તેમજ પરિવારમાં પણ સમસ્યા ઉભી થાય છે અને ઘરમાંથી બિનજરૂરી વસ્તુઓ એકત્રિત થવા લાગે છે. કોમ્પ્રીહેન્સીવ સાયકાયટ્રી નામના એક જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર, વિકસિત દેશોમાં લગભગ 5% લોકો એવા છે જેને BSD ની બીમારી છે. દુનિયાભરમાં દર 20 માંથી 1 વ્યક્તિ પર આ અસર જોવા મળે છે. એવામાં દર 3 માંથી 1 વ્યક્તિને ઓનલાઇન શોપિંગની આદત લાગી ગઈ છે.