લુકને કમ્પ્લીટ કરશે બિંદીની આ સ્ટાઇલિશ ડિઝાઇન

મોટાભાગની મહિલાઓ ટ્રેડિશનલ વેરની સાથે પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે બિંદી લગાવી રહી છે.

યૂટિલિટી ડેસ્કઃ બિંદી સૌભાગ્યવતી હોવાની નિશાની હોય છે એટલે તેને પરિણીત સ્ત્રીઓ જ કેરી કરતી હતી, પરંતુ હવે મોટાભાગની મહિલાઓ ટ્રેડિશનલ વેરની સાથે પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે બિંદી લગાવી રહી છે. અલગ-અલગ જગ્યાઓ પર બિંદી લગાવવાની અલગ-અલગ સ્ટાઇલ છે. નાની, મોટી, લાંબી અને કુમકુમ બિંદીને તમે માત્ર લગ્ન-પ્રસંગમાં જ નહીં ફેસ્ટિવલ સીઝનમાં પણ પોતાના એથનિક વેર્સની સાથે કેરી કરી શકો છો.

સ્ટોન બિંદી
ડિફરન્ટ કલરના સ્ટોન સ્ટીકરનો ઉપયોગ કરી સ્ટોન બિંદી બનાવવામાં આવે છે. એમ્બ્રોયડેડ ડ્રેસિસની સાથે આ બિંદી ખૂબ જ સુંદર લુક આપે છે. ડિઝાઇનર લુક માટે તેમાં સ્વરોસ્કી ડાયમંડ પણ ઉપયોગ કરી શકાય છે.

 

ટ્રેડિશનલ રેડ બંગાળી બિંદી
ફોરહેડ પર બંને આઇબ્રોઝની વચ્ચે લગાવવામાં આવતી આ રેડ બિંદી પરિણીત મહિલાઓમાં ફેમસ છે. ટ્રેડિશનલ લુક માટે આ પરફેક્ટ છે. હેવી અને લાઇટ બંને જ મેકઅપ પર આ બિંદી સારી લાગે છે.

ફેન્સી બિંદી
આ ડિઝાઇનર બિંદી હોય છે જે અનેક કલર, સાઇઝ અને શેપમાં અવેલેબલ છે. તેમાં સ્ટોન, મોતી, ડાયમંડ અને ગ્લિટરનો ઉપયોગ કરવામાં આવે છે. યુવતીઓ અને પરિણીત મહિલાઓ બંનેની વચ્ચે આ ડિઝાઇન પોપ્યુલર છે.

મરાઠા બિંદી
માથાની વચ્ચોવચ આ બિંદી લગાવવામાં આવે છે. મરાઠા સ્ટાઇલની આ બિંદીમાં અડધા ચાંદની ડિઝાઇન બનેલી હોય છે. તેની નીચે એવા જ કલરની એક ગોળ બિંદી લગાવવામાં આવે છે.

માંગટીકા બિંદી
આ બિંદી માથાના ઉપરના ભાગમાં લગાવવામાં આવે છે. સિમ્પલ અને જ્વેલરી બંને પેટર્નમાં આ માર્કેટમાં અવેલેબલ છે. માંગટીકાની જગ્યાએ પણ આ બિંદીનો ઉપયોગ કરી શકાય છે.