બ્રેકઅપની વજન વધવા પર કોઈ અસર નહીં

‘જર્નલ ઓફ ધ ઇવલૂશનરી સ્ટડીઝ કન્સોર્ટિયમ’માં રિસર્ચ કરવામાં આવ્યું કે, લોકો કેટલીક વખત નેગેટિવ ફીલિંગ્સથી છૂટકારો મેળવવા માટે ખોરાકનો ઉપયોગ કરે છે અને ત્યારબાદ અનહેલ્ધી ફૂડ તેમની ચોઈસમાં સામેલ થઈ જાય છે. લોકોના બ્રેકઅપ પછી તેમનું વજન વધે છે કે કેમ. આ પ્રથમ રિસર્ચ માટે, સંશોધનકારોએ 581 લોકોને સામેલ કર્યા . શું તેઓ એક વર્ષમાં બ્રેકઅપમાંથી પસાર થયા છે અને તેનું વજન વધ્યું છે કે ઘટ્યું છે તે જાણવામાં આવ્યું. તેમાં 62.7% લોકોએ જણાવ્યું કે, તેમનાં વજન પર કોઈ અસર થઈ નથી.

બીજાં રિસર્ચ માટે સંશોધનકારોએ 261 લોકોની નિમણૂક કરી. તેમાં લોકોને પૂછવામાં આવ્યું કે શું તેઓએ ક્યારેય લોન્ગ ટર્મ રિલેશનશિપ તૂટવાનો અનુભવ કર્યો છે અને તેના પરિણામે તેમનું વજન વધ્યું છે કે ઘટ્યું છે. સર્વેમાં સહભાગીઓને પણ પૂછવામાં આવ્યું હતું કે તેમના એક્સ-પાર્ટનર માટે એટિટ્યૂડ કેવો હતો અને તેઓ રિલેશનશિપમાં કેવી રીતે કમિટેડ હતા, કોણે બ્રેકઅપ કર્યું વગેરે. તેમાં 65.13 ટકા લોકોનું માનવું હતું કે રિલેશનશિપ તૂટ્યા બાદ તેમનાં વજન પર કોઈ અસર નહોતી થઈ.