જલ્દી જ હૉરર ફિલ્મમાં નજર આવશે દીપિકા

લાંબા સમયથી દીપિકા પાદુકોણ મોટા પડદા પર નથી દેખાઈ અને હવે સતત તેની એક પછી એક ફિલ્મો આવી રહી છે. દીપિકાને લઈને હાલમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ખબર આવી છે કે તે જલ્દી જ એક હૉરર ફિલ્મમાં જોવા મળશે. દીપિકા પાદુકોણ પહેલી વાર કોઈ હૉરર ફિલ્મમાં કામ કરતી નજર આવશે. જે ફિલ્મ અનુષ્કા શેટ્ટીની તેલુગૂ ભાષામાં બનેલી ફિલ્મ અરુંધતીની રીમેક હશે.

ફિલ્મને લઈને વધુ જાણકારી તો સામે નથી આવી, પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે ફિલ્મ માટે દીપિકાનું નામ નક્કી છે.અરુંધતીની આ રીમેકનું નામ અરુંધતી જ હોઈ શકે છે. મૂળ ફિલ્મ 2009માં રિલીઝ થઈ હતી અને હવે 10 વર્ષ બાદ તેની રીમેક બનવા જઈ રહી છે. આ ફિલ્મની બંગાળીમાં પણ રીમેક બની ચુકી છે જે ખૂબ જ લોકપ્રિય થઈ હતી. દીપિકા પાદુકોણે આ ફિલ્મ સાથે બીજી પણ કેટલીક ફિલ્મો સાઈન કરી છે. આ પહેલા દીપિકાએ મહાભારતનું પણ એલાન કર્યું હતું.સાથે જ દીપિકાની બે ફિલ્મો કેટલાક મહિનાઓમાં જ રિલીઝ થવા જઈ રહી છે, જેમાં એક છે છપાક અને બીજી 83. આ તમામ ફિલ્મો દીપિકા અને રણવીર સિંહના લગ્ન પછીની છે. હવે તેની જલ્દી જ ચાર ફિલ્મો રિલીઝ થશે.