આલુ પરોઠા બનાવવાની રીત ગુજરાતી – Dhaba Style Aalu Paratha Recipe in Gujarati

આ એક વાનગી છે જે સાર્વત્રિક ઇચ્છા ધરાવે છે! જ્યારે ઉત્તર ભારતીયોને દિવસનો કોઇ પણ સમય હોય પછી એ સવાર નો નાસ્તો, બપોર નું ભાણું કે પછી રાત નું જમવાનું હોય કોઈપણ સમયે તેમની સૌથી પ્રિય વાનગી છે. દક્ષિણ ભારતીયોએ પણ ઉત્તરમાંથી આ વાનગી ઉછીની લીધી છે અને તેને તેમના હોટેલ ના મેનૂમાં સામેલ કરેલ છે. આ ઘઉંના પરાઠાને એટલા આકર્ષક બનાવે છે કે જે બટાટા નો માવો કે જેમાં ડુંગળી, કોથમીર,લીલા મરચા અને મારી પાઉડર નો ઉપયોગ કરવામાં આવે છે જે અદભુત ટેસ્ટ આપે છે. આ પરોઠા ની મજા ત્યારે આવે છે જયારે તેને અથાણા અથવા દહીં સાથે ગરમ ગરમ પીરસવામાં આવે જે તમને ઢાબા નો અનુભવ કરાવે છે.

આલુ પરોઠા બનાવવાની રીતનો વિડીયો જોવા ક્લિક કરો :


તૈયારી નો સમય : 10 મિનીટ
બનાવવા નો સમય : 3૦ મિનીટ

સામગ્રી :

લોટ બાંધવા માટે
• 2 1/4 કપ ઘઉં નો લોટ
• 2 ચમચી તેલ
• મીઠું સ્વાદ અનુસાર

બટાટા નો મિશ્રણ બનાવવા માટે :

• ૫૦૦ ગ્રામ બાફેલા બટાટા
• ૧ ચમચી લીલા મરચા
• મીઠું સ્વાદ અનુસાર
• ૧ ચમચી મારી પાઉડર
• ડુંગળી
• કોથમીર (ધાણા)

પીરસવા માટે :

• દહીં / ટામેટા નો સોસ / અથાણું

પરોઠું બનાવવાની રીત

લોટ બાંધવા માટે.

લોટ બાંધવા માટે.

૧. એક બાઉલ માં ધઉં નો લોટ લો અને તેમાં ૨ ચમચી તેલ (મોવણ) નાખી ને મિક્ષ કરી લો

૨. પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી નરમ લોટ બાંધી લો.

આલુ નું મિશ્રણ બનાવવા માટે.

૧. એક બાઉલ માં ૫૦૦ ગ્રામ બાફેલા બટાકા નો માવો લો

૨. તેમાં લીલા મરચા, ડુંગળી, મારી પાઉડર, કોથમીર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરો

૩. તેને બરોબર મિક્ષ કરી લો.

પરોઠા બનાવવાની રીત
૧. પહેલા ૨ નાના ગુલ્લા બનાવી તેની ૨ નાની રોટલી વણી લો.

૨. પછી તે રોટલી માં બનાવેલ બટાકા નું મિશ્રણ ભરો.

૩. પછી તેને વણી ને પાતળું પરોઠું બનાવો

૪. બનાવેલ પરોઠા ને ગરમ લોઢી પર તેલ નો ઉપયોગ કરી બને બાજુ બ્રાઉન ના થઇ જાય ત્યાં સુધી શેકતા રહો.

૫. બનેલ પરોઠા ને ડીશ માં કાઢી તેને કાપી ને અથાણા, દહીં અથવા ટામેટા ના સોસ સાથે સર્વ કરો.

————————————————————————————————

GiniJony’s Kitchen Social Media Links
Subscribe to GiniJony Kitchen’s YouTube Channel | https://goo.gl/MrKn5s
Like Facebook | https://goo.gl/1BUrgX