જિમ જતા પહેલા આટલું ધ્યાન રાખો

Young people exercising in a gym on treadmill. Focus is on foreground.

મોટાભાગે બધા પોતાની જાતને ફિટ રાખવાના ચક્કરમાં કેટલીક ભૂલ કરી બેસે છે

આજકાલ યુવા વર્ગ ફિટ રહેવા માટે જિમ જાય છે. પરંતુ જિમ ગયા બાદ તેઓ પોતાની જાતને ફિટ રાખવાના ચક્કરમાં કેટલીક ભૂલ કરી બેસે છે. તેમને એવું લાગે છે કે જિમ જતાં પહેલાં જો કંઇક ખાઇ લે તો નુકશાન થઇ શકે છે. જ્યારે આ ખોટો ભ્રમ છે.

ખાલી પેટે વર્કઆઉટ ન કરવું જોઇએ. વર્કઆઉટ પહેલા નાશ્તો કરવાની જરૂર હોય છે. આ પહેલા કેળા અથવા સફરજનનું સેવન કરવું જોઇએ. આ બંને ફળ ખાવાથી શરીરને એનર્જી મળે છે. એટલા માટે જિમ જતાં પહેલાં એનર્જી હોવી જરૂરી છે. ખાલી પેટ જિમ જવાથી કેલોરીઝ બર્ન થાય છે.

શુગર લેવલ પણ ઘટી જાય છે. એટલા માટે કેળા અને સફરજન બ્લડ ગ્લૂકોઝ લેવલ બનાવીને રાખે છે. કેટલાય લોકો ડાયટિંગ કરીને પણ પોતાનું વજન ઓછું કરવા અને ફિટ રાખવા ઇચ્છે છે જ્યારે આમ કરવું ખોટું છે. ડાયટિંગની સાથે શરીરના પોષક તત્ત્વ મળવા પણ જરૂરી છે.