FSSAIએ બનાવ્યા ખાસ નિયમો,સ્કુલ પરિસરના 50 મીટરના ઘેરામાં નહીં વેચી શકાય આ ચીજ

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા ના સીઈઓ અરુણ સિંઘલે સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનોમાં જંક ફુડ અને અસ્વસ્થ્ય ખાધ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે.


કોરોનાના વધાતા કહેર વચ્ચે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે,ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સીઈઓ અરુણ સિંઘલે સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનોમાં જંક ફુડ અને અસ્વસ્થ્ય ખાધ્ય પદાર્થોના વેચાણ પર પ્રતિબંધ લાદ્યો છે.


તેની જ સ્કુલના પરિસરના 50 મીટરના ઘેરામાં અસ્વસ્થ્ય ખાદ્યા પદાર્થોના વેચાણ અને જાહેરખબરો પર પ્રતિબંઘ લાદ્યો છે. આ પગલું બાળકોની સુરક્ષા અને પૌષ્ટિક ભોજન સુનિશ્ચિત કરવા માટે ઉઠાવવામાં આવ્યો છે.


આપને જણાવી દઇએ કે FSSAI ખાદ્ય પદાર્થો અને માપદંડના કાયદા હેઠળ નવા સિધ્ધાંતોને અમલમાં મુકી રહ્યા છે. આનો હેતુ સ્કુલના બાળકો માટે સુરક્ષિત, પૌષ્ટિક અને ગુણવત્તાયુક્ત આહાર તૈયાર કરવાનો છે.

FSSAIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આનાથી સ્કુલના બાળકોને સુરક્ષિત અને સંતુલિત આહાર ઉપલબ્ધ થશે. જે ખાદ્ય પદાર્થોમાં મોટા પ્રમાણમાં ચરબી, સોલ્ટ અને શુગર હોય છે, તેમનું સ્કુલોની કેન્ટીનમાં કે મેસ કે પછી હોસ્ટેલ કિચન કે પછી સ્કુલ પરિસરના 50 મીટરના ઘેરામાં વેચાણ થઈ શકશે નહીં. ખાદ્ય પદાર્થોમાં પિઝ્ઝા, બર્ગર, કોલ્ડ ડ્રિંક, ચિપ્સ, ફ્રેંચ ફ્રાઈઝ, સમોસા, પેસ્ટ્રી, સેન્ડવિચ, બ્રેડ પકોડા વગેરે આવે છે.


ત્યારે 2015માં દિલ્હી હાઈકોર્ટે સ્કૂલોની કેન્ટીનમાં જંક ફુડના વેચાણ માટે નિયમ બનાવવા માટે FSSAIને આદેશ આપ્યો હતો. આ બાદથી સત્તાધિકરણી વિશેષજ્ઞ સમિતિએ સ્કુલના બાળકો માટે સ્વાસ્થ્ય પ્રદ ભોજન ઉપલબ્ધ કરાવવા માટે દિશાનિર્દેશ તૈયાર કર્યા છે.

અધિકારીઓનું કહેવું છે કે સ્કુલમાં કેન્ટીન, મેસ, કિચન ચલાવવા માટે FSSAI પાસે લાઈસન્સ લેવું પડશે. સાથે શિક્ષા વિભાગ દ્વારા મિડ ડે મીલ સાથે જોડાયેવ ફુડ વિતરકોએ પણ FSSAIમાં નોંધણી કરાવવી પડશે અથવા લાઈસન્સ લેવું પડશે.

નગર નિગમ અધિકારીઓ અને પ્રદેશના વહીવટી તંત્ર દ્વારા સ્કુલ પરિસરોનું નિયમિત નિરિક્ષણ કરવામાં આવશે જેથી બાળકોની સુરક્ષા, સ્વાસ્થ્ય પ્રદ અને શુદ્ધ ભોજન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય.

The post FSSAIએ બનાવ્યા ખાસ નિયમો,સ્કુલ પરિસરના 50 મીટરના ઘેરામાં નહીં વેચી શકાય આ ચીજ appeared first on Gujju Media.