દિવસમાં 50 ગ્રામથી વધારે મરચાંનું સેવન હાનિકારક

‘કતાર યુનિવર્સિટી‘ દ્વારા કરવામાં આવેલાં એક રિસર્ચ મુજબ ,એક દિવસમાં 50 ગ્રામથી વધારે મરચાંનું સેવન કરવાથી ડિમેન્શિયા થવાનું જોખમ વધે છે. તીખી વાનગીઓના રસિકોએ હવે ચેતી જવાની જરૂર છે. મરચાંનું સેવન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર તેની અસર પડે છે. આ રિસર્ચમાં 4,582 ચાઈનીઝ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. તમામ લોકોની ડાયટ અને યાદશક્તિનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો.

આ રિસર્ચમાં તાજા અને સુકાયેલા મરચાંની અસર યાદશક્તિ પર કેવી રીતે પડે છે તેનું અવલોકન કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં સામે આવ્યું કે ડાયટમાં વધારે મરચું લેતા લોકોમાં બોડી માસ ઈન્ડેક્સ ઓછો જોવા મળે છે. આ રિસર્ચમાં જોવા મળ્યું કે સામાન્ય વજન ધરાવતાં લોકો મરચાનું સેવન વધારે કરે છે. તેને લીધે તેમની યાદશક્તિ કમજોર બને છે. જોકે આ રિસર્ચના અવલોકનમાં મરી અને શિમલા મરચાંને સામેલ કરવામાં આવ્યા ન હતા. તેથી એ ચોક્કસપણે ન કહી શકાય કે તેના સેવનથી ડિમેન્શિયા પર કેવી અસર થાય છે.