ફિલ્મી પડદે ડેબ્યૂ કરશે હિના ખાન

સ્મોલ સ્ક્રીનની જાણીતી વહુ અને લોકપ્રિય એક્ટ્રેસ હિના ખાન હવે ફિલ્મી પડદે જોવા મળશે. યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં અક્ષરાનો રોલ કરીને ઘરે-ઘરે જાણીતી થયેલી હિના ખાન છેલ્લે કસૌટી જિંદગી કી 2માં કોમોલિકાના રોલમાં જોવા મળી હતી. નેગેટિવ કેરેક્ટરમાં હિનાના વખાણ થયા હતા. પરંતુ હવે તે બોલિવુડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. હિનાના ફેન્સ આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહિત છે.

હિનાની ફિલ્મની રિલીઝ ડેટ સામે આવી છે.હિના જાણીતા ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની ફિલ્મમાં જોવા મળશે. હિનાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તે ડીપ નેક ડ્રેસમાં સુંદર લાગી રહી છે. આ તસવીર શેર કરતાં હિનાએ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરી છે. હિનાએ જણાવ્યું કે મારી ડેબ્યૂ ફિલ્મ હેક્ડની તસવીર. આ ફિલ્મને વિક્રમ ભટ્ટે ડાયરેક્ટ કરી છે.

આ ફિલ્મ 31 જાન્યુઆરી 2020ના રોજ થિયેટર્સમાં આવશે. વિક્રમ ભટ્ટની આગામી ફિલ્મ હેક્ડની રિલીઝ ડેટ નક્કી થઈ ગઈ છે. આ ફિલ્મમાં હિના ખાનની સાથે રોહન શાહ, મોહિત મલ્હોત્રા અને સિદ મક્કડ જોવા મળશે. આ ફિલ્મને અમર પી ઠક્કરને અને કૃષ્ણા ભટ્ટ પ્રોડ્યુસ કરી રહ્યા છે.હિના ખાનની ડેબ્યૂ ફિલ્મની ટક્કર રાજકુમાર રાવની ફિલ્મ તુર્રમ ખાં સાથે થવાની છે. આ બંને ફિલ્મો 31 જાન્યુઆરીએ રિલીઝ થશે. તુર્રમ ખાં માં રાજકુમાર રાવની સાથે નૂસરત ભરૂચા પણ જોવા મળશે.