જાણો, કયા પ્રકારનો પહેરવેશ આ હોળી માટે શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે?
હોળીના તહેવારને બસ હવે થોડાક જ દિવસ બાકી છે. રંગોના આ તહેવારના દિવસે દરેક કોઇ ખાસ દેખાવા ઇચ્છે છે. એટલા માટે કપડાંની યોગ્ય પસંદગી કરવી જોઇએ. જાણો, કયા પ્રકારનો પહેરવેશ આ હોળી માટે શ્રેષ્ઠ સાબિત થઇ શકે છે.
1. તમે સિમ્પલ લુકથી પણ આ દિવસની શરૂઆત કરી શકો છો. ટ્રાઉઝર્સ લેગિંસ અને જીન્સની સાથે સિમ્પલ કૂર્તો પહેરીને તમે સિમ્પલ લુક મેળવી શકો છો.
2. જો તમે ટ્રેડિશનલ લુક ઇચ્છો છો તો તમે જંપસૂટની સાથે જેકેટ પહેરી શકો છો. આ ઉપરાંત ઘુંટણ સુધીની પ્રિન્ટેડ સ્કર્ટની સાથે ટી-શર્ટનું મેચિંગ પણ તમને એક અલગ લુક આપી શકે છે. જો તમે તડક-ભડક રંગ ટાળવા માંગો છો તો તમારી પાસે એક શ્રેષ્ઠ વિકલ્પ છે કે તમે સામાન્ય રંગના કપડાં સાથે મેચિંગ રંગનો સ્કાર્ફ અથવા સ્ટૉલ પણ લઇ શકો છો.
3. હોળી રમતી વખતે તમે પાણીના સંપર્કમાં રહો છો. આ દરમિયાન જરૂરી છે કે તમે પોતાના ફૂટવેર પર પણ ધ્યાન આપો. આ અવસરે હીલ્સ પહેરવા જોખમી સાબિત થઇ શકે છે. એટલા માતે જરૂરી છે કે તમે રંગો સાથે રમતી વખતે એવા ચપ્પલ પહેરો કે જેનાથી ન લપસી પડવાનો ડર લાગે અને ન તો ક્યાંક ઇજા થવાનો ડર લાગે.
4. આ દરમિયાન તમારે તમારા વાળનું પણ ધ્યાન રાખવું જોઇએ. જરૂરી છે કે તમે તમારા વાળને સારી રીતે બાંધીને રાખો. તમે તમારા વાળનો અંબોળો કરી શકો છો અથવા પોનીટેલ બનાવી શકો છો જેથી તમે ચિંતા વગર હોળીનો આનંદ માણી શકો છો.
5. હોળી રમતી વખતે મેકઅપ કરવાની કોઇ જરૂર નથી. નેચરલ લુક સાથે હોળી રમવી વધારે ફાયદાકારક રહેશે. તમે આઇલાઇનર અને મસ્કારા આંખો માટે યુઝ કરી શકો છો. આ ઉપરાંત હોઠને શુષ્ક થતા બચાવવા માટે લિપબામનો ઉપયોગ પણ કરી શકો છો.