શું તમે ક્યારેય બાજરીની ઇડલી બનાવી છે? બાજરીની ઈડલી બનાવવાની રીત

શિયાળો ચાલુ થતા લોકો જાતભાત ની વાનગીઓ બનાવતા હોય છે. અને અમુક વાનગીઓ બાળકોને ભાવતી નથી. પરંતુ તે સ્વાસ્થ્યવર્ધક હોય છે. અને એમાય ગુજરાતીઓના ઘરમાં સામાન્ય રીતે બાજરીના રોટલા તો બનતા જ હોય છે. પરંતુ શું તમને ખબર છે કે આ પૌષ્ટિક બાજરીમાંથી રોટલા સિવાય પણ ઘણી વાનગીઓ બની શકે છે. આવી જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બાજરીમાંથી બનતી ઈડલી ની રેસીપી આજે અમે તમારી માટે આવીઆ છીએ. જેને જોતા જ તમને ખાવાનું મન થઈ જશે. તો ચાલો બનાવીએ બાજરીની ઈડલી.

જરૂરી સામગ્રી:

બાજરી: ૩ કપ
ચોખા: ૧ કપ
અડદની દાળ ૧ કપ
મેથી: ૧ ચમચો
મીઠું: સ્વાદાનુસાર

બનાવવાની રીત:

બાજરી અને ચોખાને ૬ થી ૭ કલાક સુધી પલાળીને રાખો.

ત્યારબાદ અડદની દાળ અને મેથી ને ૨ કલાક  પલાળીને રાખો. હવે બાજરી અને ચોખા ને બરાબર વાટવા. તેમજ અડદની દાળ અને મેથીનેપણ વાટવા. હવે સ્વાદ અનુસાર મીઠું નાખી ને ૬ થી ૮ કલાક માટે મિશ્રણ ને રાખવું.

ત્યારબાદ ઈડલીના મોલ્ડમાં ઈડલીનું ખીરું નાખી ૧૦ મિનીટ માટે  રાખો.

તો તૈયાર છે ગરમા ગરમ ઈડલી. હવે ઈડલીને આ નાળીયેરની ચટણી સાથે સર્વ કરો.