માનુષી છિલ્લર કરી શકે છે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ

2017માં મિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર માનુષી છિલ્લર મોટા પડદાની સાથે હવે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ડેબ્યુ કરી શકે છે. સૂત્રોની માહિતી મુજબ માનુષીએ અલી અબ્બાસના ડિરેક્શનમાં બનનાર વેબ શો તાંડવ માટે લુક ટેસ્ટ આપ્યો છે. આ શો માટે સૈફ અલી ખાનને પહેલેથી લીડ એક્ટર તરીકે સિલેક્ટ કરી લેવામાં આવ્યો છે………માનુષીએ યશરાજ સ્ટુડિયોમાં આ શો માટે લુક ટેસ્ટ આપ્યો છે.

આ વેબ સિરીઝ ફેમસ અમેરિકન શો ‘હાઉસ ઓફ કાર્ડ્સ’થી પ્રેરિત છે. જે અમેરિકી રાજનીતિ પર બનેલ એક કલ્ટ વેબ સિરીઝ છે. અલી અબ્બાસ આ શોને ભારતીય રાજનીતિનો ટચ આપીને બનાવી રહ્યા છે………આ શોનું શૂટિંગ આવતા એક-બે મહિનામાં શરૂ થશે. આવતા વર્ષે મે – જૂન મહિનામાં તે રિલીઝ થશે. સૈફ અલી ખાન ડિજિટલ પ્લેટફોર્મ પર ‘નેટફ્લિક્સ’ની ‘સેક્રેડ ગેમ્સ’ની બંને સીઝનમાં દેખાયો હતો.