અપૂરતી ઊંઘ લેવાથી નકારાત્મક વિચારો આવવાની શક્યતાઓ વધી જાય છે

– નકારાત્મક વિચારોને કારણે ડિપ્રેશનનું જોખમ વધી શકે છે

જો તમારે ડિપ્રેશનથી બચવું છે તો તેના વિશે સંકોચ વગર વાત કરો. તમારી વ્યસ્ત લાઇફસ્ટાઇલમાં નાના-નાના બદલાવ લાવતા પોતાને વ્યવસ્થિત બનાવી લો. પોતાના માટે સમય કાઢો અને પોતાના શરીર માટે પણ. આ સાથે જ ભરપૂર ઊંઘ લો જેથી આવનાર દિવસની શરૂઆત સારી રીતે કરી શકો.

એક શોધ અનુસાર, આઠ કલાકથી ઓછી ઊંઘ લેવાના કારણે ડિપ્રેશનનું જોખમ વધી શકે છે. નિયમિતપણે ઊંઘમાં અડચણ પડવાને કારણે નકારાત્મક વિચારોમાંથી ધ્યાન હટાવવામાં મુશ્કેલી પડી શકે છે.

શોધકર્તાઓનું કહેવું છે કે અપર્યાપ્ત ઊંઘ લેવાને કારણે વ્યક્તિની આસપાસના નકારાત્મક વિચાર તેના જીવનમાં દખલ આપતા રહે છે. બિંઘામ્ટન વિશ્વવિદ્યાલયના પ્રોફેસર મેરેડિથ કોલ્સે કહ્યુ, ‘અમે જાણ્યું છે કે મગજમાં કેટલાક વિચારો અટકી જાય છે અને તેમના વધતા નકારાત્મક વિચાર તેમના માટે નકારાત્મક ઉત્પ્રેરકોથી અલગ થવું અઘરું બનાવી દે છે.’

કોલ્સે કહ્યુ, ‘માનવામાં આવે છે કે આ નકારાત્મક વિચાર લોકોમાં કેટલાય પ્રકારના મનોવૈજ્ઞાનિક ડિસઓર્ડર જેવા કે ડિપ્રેશન તેમજ એંગ્ઝાઇટી પેદા કરે છે.’

આ શોધનું પ્રકાશન જર્નલ સાયન્સડાયરેક્ટમાં કરવામાં આવ્યું છે. તેમાં લોકોની ઊંઘ લેવાની અવધિ સાથે નકારાત્મક વિચારોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.