દબંગ સ્ટાઇલમાં આંતરાષ્ટ્રીય પુરૂષ દિવસની ઉજવણી

આંતરાષ્ટ્રીય પુરૂષ દિવસના અવસર પર ચુલબુલ પાંડે આપણને દબંગની એક પરિભાષાથી પરિચિત કરાવી રહ્યા છે, એક એવી ફિલ્મ જે તમામ ઉંમરના લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. એક મહિનામાં રિલીઝ થનાર આ ફિલ્મ સાથે ચુલબુલ પાંડે સૌથી ડેરિંગ, ઓસમ અને બેડએસ ઉર્ફે ‘દબંગ’ પુરૂષોને સન્માનિત કરી રહ્યા છે………. સલમાન ખાન દ્વારા અભિનિત સૌથી યાદગાર પોલીસવાળા ચુલબુલ પાંડે ”દબંગ” પાંડે ‘દબંગ’ને કંઇક આ રીતે પરિભાષિત કરે છે: ડી થી ડેરિંગ, એ થી ઓસમ, બી થી બેડએસ, એ થી વધુ, એન થી નોટંકી, જી થી ગજબનું ગઠબંધન, અને આ બધુ બધા પુરૂષોના સારને દર્શાવે છે જે ચુલબુલ પાંડીની માફક ‘બેડએસ’ છે………

ચુલબુલનો પરિવાર જેમાં ચુલબુલ, રજ્જો અને માખી સામેલ છે, તેમણે દેશની જનતાને પોતાના જીવનમાં તે પુરૂષોને સન્માન આપવા માટે કહ્યું કે આ વિશેષતાઓને પ્રદર્શિત કરે છે અને દબંગ હોવાનો સાર પ્રસ્તુત કરે છે…….તાજેતરમાં જ ચુલબુલે પ્રશંસકો માટે ”હુડ હુડ” ગીત વડે નવો હુક સ્ટેપ ઓળખવાની એક સ્પર્ધા પણ શરૂ કરી છે જેમાં વિજેતાઓને વ્યક્તિગત રીતે ચુલબુલ પાંડેને મળવાની તક મળશે. કુલ મળીને ફિલ્મ સાથે જોડાયેલી દરેક હલચલે દર્શકોને ફિલ્મ પ્રત્યે વધુ પ્રત્યાશિત કરી દીધા છે.