ફિલ્મ જવાની જાનેમનની રિલીઝ ડેટ થઇ ફાઇનલ

સૈફ અલી ખાન અને તબુ સ્ટારર ફિલ્મ ‘જવાની જાનેમન’ની નવી રિલીઝ ડેટ ફાઇનલ થઇ છે. અગાઉ ફિલ્મ આ વર્ષે રિલીઝ થવાની હતી પણ હવે ફિલ્મ આવતા વર્ષે 7 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને નિતિન કક્ક્ડે ડિરેક્ટ કરી છે. 1999માં આવેલ ફિલ્મ ‘હમ સાથ સાથ હૈં’ ફિલ્મ બાદ તબુ અને સૈફ ફરી સાથે સ્ક્રીન આ ફિલ્મથી શેર કરશે. આ ફિલ્મથી એક્ટ્રેસ પૂજા બેદીની દીકરી આલિયા ફર્નિચરવાલા ડેબ્યુ કરી રહી છે………આ ફિલ્મમાં સૈફ અલી ખાન પિતાના રોલમાં છે અને આલિયા ફર્નિચરવાલા તેની દીકરીના રોલમાં છે. આ ફિલ્મનું શૂટિંગ લંડનમાં થયું છે.

ફિલ્મની સ્ટારકાસ્ટમાં ચંકી પાંડે, રમીત સાંધુ પણ સામેલ છે. આ ફિલ્મને જેકી ભગનાનીનું પ્રોડક્શન હાઉસ ‘પૂજા એન્ટરટેઈન્મેન્ટ’, સૈફ અલી ખાનનું ‘બ્લેક નાઈટ ફિલ્મ્સ’ અને જય શિવાકરમાણીનું ‘નોર્ધન લાઈટ્સ ફિલ્મ્સ’ કો-પ્રોડ્યૂસ કરી રહ્યું છે……..વાત કરીએ સૈફઅલી ખાનની તો સૈફની ફિલ્મ લાલકફતાન રિલીઝ થઇ હતી…..પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી ન હતી….તેની સાથે સૈફ અજય દેવગન સાથે ફિલ્મ તાનાજીમાં જોવા મળશે આ ફિલ્મ 10 જાન્યુઆરીના રોજ રિલીઝ થશે……..