કરણ જોહરના આશીર્વાદ લેતો જોવા મળ્યો કાર્તિક

કાર્તિક આર્યને ‘દોસ્તાના 2’નું શૂટિંગ શરૂ કરતા પહેલા કરણ જોહરનાં આશિર્વાદ લીધા છે. તેનું કહેવું છે કે તેણે ધર્મા રિવાઝનું પાલન કર્યું છે. આ ફિલ્મ ‘દોસ્તાના’ની સીક્વલ છે. પહેલી ફિલ્મમાં અભિષેક બચ્ચન, જૉન એબ્રાહમ અને પ્રિયંકા ચોપડા જોનસ જોવા મળ્યાં હતાં. ‘દોસ્તાના 2’માં કાર્તિકની સાથે જાહ્‍નવી કપૂર અને નવોદિત કલાકાર લક્ષ્ય પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ ચંડીગઢમાં શરૂ કરતા પહેલા કાર્તિકે કરણ જોહરનાં આશીર્વાદ લીધા હતાં. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે મા દા લાડલા ચંડીગઢ નિકલ ગયા.

આ એક ધર્મા રિવાઝ છે. ધર્માની ફિલ્મમાં કામ શરૂ કરતા પહેલા દરેક કલાકારોને આ પરંપરાનું પાલન કરવુ પડે છે. આ ફોટો પર કરણ જોહરે કૅપ્શન આપી હતી કે હાહા. એકદમ ખોટી વાત છે. મને ઉંમરલાયક વ્યક્તિ બનાવવાનું બંધ કર. ત્યારબાદ કાર્તિકને ચંડીગઢ જતા એરપોર્ટ પર પણ સ્પોટ કરવામાં આવ્યો હતો.