શિયાળામાં રાખો સ્કિનની ખાસ સંભાળ

શિયાળો આવતા જ લોકોમાં મોટાભાગે સ્કિન સંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે. કારણકે, શિયાળામાં દરેકની સ્કિન ડ્રાય અને બેજાન બની જાય છે. આ સિવાય ઘણાં લોકોની સ્કિન રફ પણ થઈ જતી હોય છે. જેના લીધે સ્કિનની ફેરનેસ પણ ડલ થવા લાગે છે અને ચહેરો ખરાબ દેખાય છે. પરંતુ જો સીઝનની શરૂઆતથી જ સ્કીનની પ્રોપર માવજત કરવામાં આવે તો શિયાળામાં પણ સ્કિનને એકદમ સોફ્ટ અને ફેર રાખી શકાય છે.

ઉલ્લેખનીય છે કે, સ્નાન કર્યા બાદ સ્કિન પર ક્રીમ અથવા મોઈશ્ચરાઈઝર લગાવવાથી સ્કિન સોફ્ટ બની રહેશે. જો સ્કિન વધુ ડ્રાય હોય તો રાતે સૂતા પહેલાં ઓલિવ ઓઈલ અથવા બદામના તેલથી મસાજ કરવાથી સ્કિન નરિશ થશે અને સ્કીનની ડ્રાયનેસ દૂર થશે.

આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ્સ હોય છે. જેનાથી સ્કિન હેલ્ધી બને છે અને ગ્લો વધે છે. રાતે સૂતા પહેલાં એક ચમચી આમળાના રસમાં એક ચમચી મધ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ઘણો ફાયદો થાય છે. ટામેટાંમાં રહેલું લાઈકોપિન ટેનિંગ દૂર કરે છે અને ડેડ સેલ્સ હટાવે છે. તેનાથી સ્કિન ફેર અને હેલ્ધી રહે છે. એક ટામેટાંનો રસ કાઢી તેમાં અડધા લીંબુનો રસ મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી શિયાળામાં પણ ચહેરા પર ગ્લો દેખાઈ આવે છે.