યુથ સેન્સેશન કિંજલ દવેએ કરી લીધી સગાઇ?, તસવીરો થઇ રહી છે વાયરલ

ગુજરાતમાં નવરાત્રી દરમિયાન પોતાના કોકિલકંઠે ગુજરાતીઓને ઝૂમતા કરતી જાણીતી ગાયિકા કિંજલ દવેની સગાઇને લઇને અત્યારસુધી અનેક અટકળો કરવામાં આવતી હતી અને તેણે સગાઇ કરી લીધી છે તેવા અહેવાલો અનેકવાર વહેતા થયા છે પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર કિંજલ દવેએ પવન નામના યુવક સાથે આજે અખાત્રીજના શુભ દિવસે સગાઇ કરી લીધી છે. તેની સગાઇની તસવીરો સોશિયલ મીડિયા પર વહેતી થઇ છે.

પવન અને કિંજલની સગાઇની વિધી દરમિયાનની તસવીર.

જો કે કિંજલની એન્ગેજમેન્ટ સેરેમની ક્યા સ્થળે થઇ રહી છે તે અંગે હજુ સુધી કોઇ માહિતી મળી નથી.

નજીકના સંબંધીઓ અને પરિવારજનોની હાજરીમાં કિંજલ અને પવનની એન્ગેજમેન્ટ સેરેમની કરવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે કિંજલ દવે યુથ સેન્સેશન છે અને ગુજરાત જ નહી પરું આંતરરાષ્ટ્રીય સ્તરે તેના લાખો ચાહકો છે. (Gujju Jeva Koi Nahi આ અહેવાલની પુષ્ટિ કરતુ નથી)