મલાઇકાએ ઉજવ્યો પોતાનો બર્થ ડે

બૉલીવુડની હૉટ અને સૌથી ફિટ એક્ટ્રેસ મલાઇકા અરોડા 46 વર્ષની થઇ ચૂકી છે. મલાઇકા અરોડાએ પોતાની બર્થડે પાર્ટી ઉજવી, આ પાર્ટીમાં બૉલીવુડના દિગ્ગજોએ હાજરી આપી અને ખુબ નાચ-ગાન સાથે એન્જૉય કરી.

બર્થડે પાર્ટીની કેટલીક વીડિયો અને તસવીરો હાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, …મોડીરાત્રે બર્થડે પાર્ટીમાં એક્ટ્રેસ મલાઇકા અરોડા ખુબ સેક્સી લૂકમાં જોવા મળી, તેને શોર્ટ બેકલેસ ડ્રેસ પહેર્યો હતો, ડ્રેસ પર મિરર વર્ક કરાયેલુ હતુ. સાથે ઓપન હેર અને મિનિમલ મેકઅલથી મલાઇકા ખુબ સુંદર લાગી રહી હતી, પાર્ટીમાં મલાઇકાએ ખુબ ડાન્સ કર્યો.

બર્થડે પાર્ટીમાં મલાઇકાનો બૉયફ્રન્ડ અર્જૂન કપૂર પણ સામેલ થયો હતો, અર્જૂને પાર્ટીને ખુબ એન્જૉય કરી.મલાઇકાની પાર્ટીમાં બહેન અમૃતા અરોડા પણ આવી, તે શિમરી ડ્રેસમાં જોવા મળી હતી.ઉપરાંત કરીના કપૂર, કરીના પાર્ટીમાં બ્લેક કલરની સ્ટ્રાઇપ્ડ ડ્રેસ અને રેડ હીલ્સ સાથે શિમરી બેગમાં જોવા મળી.પિન્ક કલરના શૉર્ટ ડ્રેસમાં એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પણ પાર્ટીમાં પહોંચી હતી.ટાઇગર પ્રિન્ટ ડ્રેસ પહેરીને ગૌરી ખાન પણ મલાઇકાની બર્થડે પાર્ટીમાં પહોંચી હતી.