મોદીએ શરૂ કર્યું ‘ભારત કી લક્ષ્મી’ કેમ્પેઈન – વિડિઓમાં જોવા મળી દીપિકા અને પીવી સિંધુ

દિવાળી પર દેશની લક્ષ્મીના યોગદાનને સામે લાવવા માટે પીએમ મોદીએ ‘ભારત કી લક્ષ્મી’ હેશટેગથી એક કેમ્પેઈન શરૂ કર્યું છે. દીપિકા પાદુકોણે પણ આ કેમ્પેઈન હેઠળ એક વીડિયો ટ્વિટર પર શૅર કર્યો છે, જેમાં તે ‘ભારત કી લક્ષ્મી’ની વાર્તાઓ શૅર કરવા માટે અપીલ કરે છે. વીડિયોમાં દીપિકા તથા પીવી સિંધુએ સિંધુતાઈની વાત કહી છે.સ્પોર્ટ્સ આઈકન પીવી સિંધુ તથા દીપિકા પાદુકોણ લાખો લોકો માટે પ્રેરણા છે. દીપિકાએ ‘લિવ લવ લાઈફ’ ફાઉન્ડેશન શરૂ કર્યું છે.

આ ફાઉન્ડેશને વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે પર ‘ક્લોસેટ’ની શરૂઆત કરી હતી, જેમાં તે પોતાના કલેક્શનના કપડાંની હરાજી કરે છે અને તેમાંથી મળેલી આવકનો ઉપયોગ ફાઉન્ડેશન માટે કરે છે. આ વીડિયોને પીએમ મોદીએ પણ રી-ટ્વીટ કર્યો છે. પીએમ મોદીએ પોસ્ટ કર્યું હતું, ભારતની નારી શક્તિ પ્રતિભા, તપ, દ્રઢ સંકલ્પ તથા સમર્પણનું પ્રતીક છે. આપણે હંમેશાંથી નારી સશક્તિકરણ અંગે વાંચ્યું છે. આ વીડિયો દ્વારા પીવી સિંધુ તથા દીપિકા પાદુકોણે ‘ભારત કી લક્ષ્મી’નું પર્વ સેલિબ્રેટ કરવાનો સશક્ત સંદેશ આપ્યો છે.