મૂન વોક સ્ટેપ્સ કરતો મળ્યો જોવા કાર્તિક આર્યન

કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકરની ફિલ્મ ‘પતિ પત્ની ઓર વો’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઇ છે…..ફિલ્મના પ્રમોશનમાં સ્ટાર્સે કોઇ કસર છોડી નહતી…….ઇવેન્ટ્સથી લઈને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ આ કલાકારોએ તેમની ફિલ્મોનું પ્રમોશન કર્યું છે. કાર્તિક આર્યન પણ તેની ફિલ્મ વિશે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ હતો. હાલમાં કાર્તિકે તેની ફિલ્મના સોન્ગ ‘ધીમે ધીમે’ પર એક ટીક-ટોક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કાર્તિક મૂન વોક સ્ટેપ્સ કરતો જોવા મળી રહ્યો છે.

અગાઉ, તેણે બીજો એક વિડિઓ શેર કર્યો હતો.. જેમાં તે મોલમાં પ્રમોશન દરમિયાન ચાહકો સાથે જોવા મળ્યો હતો.. આ સિવાય કાર્તિકે તેની ફિલ્મના ગીતો પર ફેન્સના વીડિયો, એરપોર્ટ પર દીપિકા સાથેનો ડાન્સ વીડિયો અને તેની બંને કો-એક્ટ્રેસ સાથેના ઇવેન્ટના ફન પિક્ચર્સ અને વીડિયોઝ પણ શેર કર્યા હતા..

ફિલ્મમાં પરણિત ચીન્ટુ ત્યાગી એટલે કે કાર્તિક આર્યનને તેની ઓફિસમાં રહેતી તપસ્યા એટલે કે અનન્યા પાંડે સાથે પ્રેમ થઈ જાય છે અને પછી તેની પત્ની વેદિકા એટલે કે ભૂમિ પેડનેકર, તપસ્યા અને ચિન્ટુ ત્યાગી વચ્ચેની સ્ટોરી બતાવવામાં આવી છે. ડાયરેક્ટર મુદસ્સર અઝીઝના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફિલ્મ પાણીપત સાથે ટકરાશે.